`આવું છોકરીના રુમ સાથે થયું હોત તો?`

31 October, 2022 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉર્વશી રૌતેલાએ આવા કૃત્યને બેશરમ ગણાવ્યું છે.

ઉર્વશી રૌતેલા

વિરાટ કોહલી(Virat kohli)ના હોટલના રૂમનો વીડિયો લીક થતાં સનસનાટી મચી ગઈ હતી. વિરાટે વાઈરલ થયેલા વીડિયોને પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, ત્યારબાદ અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ લખી છે. બોલિવૂડની ઘણી હસ્તીઓએ વિરાટની પોસ્ટ પર કોમેન્ટ કરી અને સમગ્ર ઘટના પર શોક વ્યક્ત કર્યો અને આવા વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે. આ બધા વચ્ચે ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા ચર્ચામાં આવી છે. ઉર્વશી રૌતેલાએ આવા કૃત્યને બેશરમ ગણાવ્યું છે.

ઉર્વશીએ વિરાટની પોસ્ટ પર કોમેન્ટ કરી અને ઈન્સ્ટા સ્ટોરી પર પણ શેર કરી. તેણીએ લખ્યું, `ચોક્કસપણે, આ ખૂબ જ ખરાબ અને બેશરમ છે. કલ્પના કરો કે તેણે છોકરીના રૂમમાં આવું કરત તો? `

અન્ય સ્ટાર્સે પણ ટિપ્પણી કરી

ઉર્વશી ઉપરાંત, અર્જુન કપૂરે ટિપ્પણી કરી, `આ એકદમ અનૈતિક અને અનકૂલ છે.` વરુણ ધવને કહ્યું, `ડરામણુ વલણ.` પરિણીતી ચોપરા લખે છે, `એક અલગ લેવલે જ નીચા થઈ ગયા` ગૌહર ખાને ટિપ્પણી કરી, `કૃપા કરીને હોટેલ પર કેસ કરો. આ ભયાનક છે.` કાજલ અગ્રવાલ કહે છે, `તે ભયાવહ છે.`

વિરાટે ચિંતા વ્યક્ત કરી

અગાઉ, વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે સમજી શકે છે કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓને જોઈને ખુશ અને ઉત્સાહિત થઈ જાય છે પરંતુ આ વીડિયો ભયાનક છે. હોટલના રૂમમાં પ્રાઈવસી ન હોય તો પછી ત્યાં ગોપનીયતાની અપેક્ષા રાખવી?. લોકોએ સમજવું જોઈએ કે દરેકની એક ગોપનીયતા છે, તે માત્ર મનોરંજનનું સાધન નથી.

urvashi rautela virat kohli bollywood news