15 April, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન સ્વિટ્ઝરલૅન્ડમાં
સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘નાદાનિયાં’થી ઍક્ટિંગની દુનિયામાં ડેબ્યુ તો કરી લીધો પણ તેની આ ફિલ્મ સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. જોકે ફિલ્મને મળેલા નેગેટિવ પ્રતિભાવને ખંખેરીને ઇબ્રાહિમ વેકેશન માણવા માટે સ્વિટ્ઝરલૅન્ડ ઊપડી ગયો છે. હાલમાં ઇબ્રાહિમે પોતાના આ વેકેશનની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં તે બહુ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. આ તસવીરમાં ઇબ્રાહિમને રેડ જૅકેટમાં જોઈને લોકોને ‘તારા રમ પમ’માં સૈફ અલી ખાનનો રેડ રેસિંગ ડ્રેસ પહેરેલો લુક યાદ આવી ગયો છે.
આ તસવીરોમાં એક તસવીરમાં ઇબ્રાહિમને ક્લિક કરતી સારા દેખાય છે, જેના પરથી ખ્યાલ આવે છે કે ઇબ્રાહિમ તેના આ વેકેશનમાં બહેન સારાને પણ સાથે લઈ ગયો છે.