ઇબ્રાહિમ અલી ખાનની પહેલી ફિલ્મ આવશે નેટફ્લિક્સ પર

02 February, 2025 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિરોઇન હશે શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી

‘નાદાનિયાં’ ફિલ્મનું પોસ્ટર

કરણ જોહરે થોડા દિવસ પહેલાં સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉલીવુડ-પ્રવેશની જાહેરાત કરી હતી. હવે ગઈ કાલે ઇબ્રાહિમની પહેલી ફિલ્મનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ છે ‘નાદાનિયાં’ અને એમાં હિરોઇન છે શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી કપૂર. આ ફિલ્મ થિયેટરોમાં નહીં પણ નેટક્લિક્સ પર રિલીઝ થશે.

આ રોમૅન્ટિક ફિલ્મમાં ઇબ્રાહિમ-ખુશી સાથે મહિમા ચૌધરી, સુનીલ શેટ્ટી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ હશે. કરણ જોહરની કંપની ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મનું ડિરેક્શન નવોદિત શૉના ગૌતમ કરશે.

ખુશી કપૂરની ત્રીજી ફિલ્મ
ઝોયા અખ્તરની ‘ધી આર્મીઝ’ દ્વારા ફિલ્મજગતમાં પ્રવેશેલી ખુશી કપૂરની બીજી ફિલ્મ ‘લવયાપા’ આમિર ખાનના દીકરા જુનૈદ સાથે છે, જે ૭ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ‘નાદાનિયાં’ ખુશીની ત્રીજી ફિલ્મ હશે અને એ ‘ધી આર્ચીઝ’ની જેમ સીધી નાના પડદે આવશે. ખુશી ૨૪ વર્ષની છે, જ્યારે તેની મોટી બહેન જાહ‍્નવી આવતા મહિને ૨૮ વર્ષની થઈ જશે.

karan johar khushi kapoor saif ali khan netflix sridevi boney kapoor sunil shetty dia mirza upcoming movie bollywood news bollywood entertainment news