IAS ઑફિસર અભિષેક સિંઘ હવે બી પ્રાકના ગીતમાં રોમેન્ટિક અવતારમાં

15 July, 2020 10:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IAS ઑફિસર અભિષેક સિંઘ હવે બી પ્રાકના ગીતમાં રોમેન્ટિક અવતારમાં

આ ટ્રેકને બી પ્રાકે ગાયું છે અને ગીતો મનોજ મુન્તાશિરે તેના શબ્દો લખ્યા છે

ખુબ વખાણાયેલી શોર્ટ ફિલ્મ ચાર પંદ્રહ માં તેની અભિનય કુશળતાથી વિશ્વભરના પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા પછી, આઈએએસ અધિકારી અભિષેક સિંહ, નેટફ્લિક્સની વેબ સીરીઝ દિલ્હી ક્રાઇમ 2ની આગામી સિઝનમાં પણ જોવા મળશે,. હવે તેઓ સંગીતની દુનિયામાં પ્રવેશી રહ્યા છે. તે થોડા સમયમાં  રિલીઝ થનારા જાણીતા ગાયક અને સંગીતકાર બી પ્રાકના નવા નક્કોર ગીત - "દિલ તોડ કે" માં દેખાશે. આ સિઝનના શ્રેષ્ઠ ગીતોમાંનું એક, આ રોમેન્ટિક ગીત સંગીત પ્રેમીઓના હૃદયના ધબકારાને વધારશે કારણ કે તેમાં પ્રતિભાશાળી કલાકારો અભિષેક સિંહ અને કશીશ વ્હોરાની સુંદર વાર્તા વણાયેલી છે. 

દિલ્હીના ડેપ્યુટી કમિશનર અભિષેક સિંહે કહ્યું કે, મને પહેલેથી જ સંગીતમાં રસ છે અને બી.પ્રાકનું આ ગીત બહુ સરસ મેલોડી છે. આ પાત્ર મારા વાસ્તવિક જીવન સાથે મેળ ખાય છે. શબ્દો બહુ જ સરસ હતા અને મેં તરત જ એ કરવાની હા પાડી. "દિલ તોડ કે" ના મ્યુઝિક વીડિયો માટે બી પ્રાક અને મારી સહ-અભિનેત્રી કશીશ વ્હોરા સાથે કામ કરવું એ મારા માટે એક મજાનો અનુભવ હતો. તે એક નાની અને આકર્ષક વાર્તા છે જેમાં પ્રેમ ભગ્ન માણસ જીવન તરફ પોતાની દ્રષ્ટિ બદલે છે. આ સંગીત પ્રેમીઓને ગમશે."

આ ટ્રેકને બી પ્રાકે ગાયું છે અને ગીતો મનોજ મુન્તાશિરે તેના શબ્દો લખ્યા છે તો સંગીત રોશક કોહલીનું છે. 'દિલ તોડ કે' તેના સુંદર ગીત અને રોમેન્ટિક સંગીતથી દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. અભિષેક સિંહે એક કલાકાર તરીકે તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ રજૂ કરી તેમના પ્રશંસકોને વધુ પ્રભાવિત કર્યા છે. ચાર પંદ્રહમાં  અભિનય પછી હવે તે પ્રેક્ષકોને રોમેન્ટિક સાઇડ દર્શાવી ઇમ્પ્રેસ કરશે.

entertainment news