15 August, 2023 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાલી ફિલ્મ
સુસ્મિતા સેને તેની વેબ-સિરીઝ ‘તાલી’ના ટ્રાન્સજેન્ડર કો-ઍક્ટર્સનો આભાર માન્યો છે. આ સિરીઝ આજથી જિયો સિનેમા પર શરૂ થવાની છે. આ સિરીઝની સ્ટોરી ટ્રાન્સજેન્ડર શ્રી ગૌરી સાવંતના જીવન પર આધારિત છે. રવિ જાધવે એ સિરીઝ ડિરેક્ટ કરી છે. શ્રી ગૌરી સાવંતે ૨૦૧૩માં ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકે માન્યતા મળે એ માટે નૅશનલ લીગલ સર્વિસિસ ઑથોરિટીના કેસમાં અપીલ કરી હતી. ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે તેમના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. સિરીઝના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી, ‘એકતાની તાકાત. મને સામેલ કરવા માટે થૅન્ક યુ. ‘તાલી’ના મારા ટ્રાન્સજેન્ડર કો-ઍક્ટર્સના માનવતા, પ્રેમ, સ્વીકાર અને આશીર્વાદનો હું આભાર માનું છું. સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે બબલી થૅન્ક યુ. મારી ડિયરેસ્ટ અલીઝેહ મારા પર્ફોર્મન્સ દરમ્યાન મને સતત માર્ગદર્શન આપવા માટે થૅન્ક યુ. લિસ્ટ તો લાંબું છે. તમારા બધા સાથે સ્ક્રીન શૅર કરવાનો મને આનંદ થયો છે. તમે બધા ગિફ્ટેડ ઍક્ટર્સ અને પ્રશંસનીય લોકો છો. ‘તાલી’ને કૉન્ગ્રેચ્યુલેશન્સ. ફક્ત સારા વિશ્વ વિશે વિચારવું જ પૂરતું નથી, આપણે એ બનાવવું જોઈએ. આઇ લવ યુ ગાય્ઝ.’