લોકોને મારું કામ અને ફિલ્મ પસંદ પડે એવું કામ કરવું છે : અપારશક્તિ

22 February, 2021 12:34 PM IST  |  Mumbai | Agencies

લોકોને મારું કામ અને ફિલ્મ પસંદ પડે એવું કામ કરવું છે : અપારશક્તિ

લોકોને મારું કામ અને ફિલ્મ પસંદ પડે એવું કામ કરવું છે : અપારશક્તિ

અપારશક્તિ ખુરાનાની ઇચ્છા છે કે તે એવું કામ કરે કે લોકોને તેના પર્ફોર્મન્સ અને ફિલ્મ પણ પસંદ પડે. છેલ્લાં થોડાં વર્ષોથી તે ખૂબ લોકપ્રિય બન્યો છે. તેણે ૨૦૧૬માં આવેલી ‘દંગલ’થી કરીઅરની શરૂઆત કરી હતી. ફિલ્મો વિશે અપારશક્તિએ કહ્યું હતું કે ‘હું એવી ફિલ્મોમાં કામ કરવા માગું છું જેને જોઈને લોકો કહે કે ‘વાહ! શું ફિલ્મ છે.’ લોકોને મારા પર્ફોર્મન્સ અને ફિલ્મ પણ પસંદ પડે. હું એવા રિવ્યુ નથી વાંચવા માગતો કે જેમાં લખ્યું હોય કે અપાર અદ્ભુત હતો. હા, મને મારી પ્રશંસા ગમશે, પરંતુ સાથે-સાથે મારી ટીમનાં પણ વખાણ થાય એવી મારી ઇચ્છા છે. વર્તમાન સમયમાં તમામ લોકો કામ કરે છે. ફિલ્મમાં પણ જો બધાનાં કામની પ્રશંસા થાય તો સારું લાગે છે. થોડો સ્વાર્થી થઈને કહું તો મારી પ્રશંસા થાય એ મને ગમશે, પરંતુ મારી અંદર એટલું પણ સ્વાર્થીપણુ નથી. અન્ય કલાકારો હોય છે એવા સ્વાર્થી. હું એવો નથી.’
તે કોઈ પ્લાન બનાવતો નથી એ વિશે અપારશક્તિએ કહ્યું હતું કે ‘મેં મારી જર્નીની કોઈ યોજના નથી ઘડી. હવે તો એવો કોઈ સમય પણ નથી કે કોઈ પ્લાનિંગ કરવામાં આવે. વસ્તુસ્થિતિ ધીમે-ધીમે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. સાથે જ હું એવી બધી વસ્તુઓ કરી રહ્યો છું જે હું કરવા માગતો હતો. એક સમયે હું એક જ પગલું આગળ વધું છું. હું એવી ફિલ્મો કરવા માગતો હતો જેનાથી મને ખુશી મળે અને હું એને સુસંગત હોઉં.’

aparshakti khurana bollywood bollywood news bollywood ssips