જે વર્ષે તારો જન્મ થયો હતો એ વર્ષે મેં ઍક્ટિંગની શરૂઆત કરી હતી : અક્ષયકુમાર

23 January, 2023 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મને લઈને તેણે આવું કહ્યું

અક્ષય કુમાર અને ટાઇગર

અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે કામ કરવાના છે. એને લઈને અક્ષયકુમારે ટાઇગરને જણાવ્યું છે કે જે વર્ષે તારો જન્મ થયો હતો એ વર્ષે તેણે ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ‘બડે મિયાં છોટે મિયાં’ને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે. વાશુ ભગનાણી અને જૅકી ભગનાણી આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેમના માટે આ ખૂબ અગત્યનો પ્રોજેક્ટ છે. ટાઇગર શ્રોફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને શરૂ કરવા માટે હું ખૂબ આતુર છું. મારા છોટે ટાઇગર શ્રોફે મારા જોશમાં ‍વધારો કરી દીધો છે.  છોટે એક વાત સારી રીતે યાદ રાખજે કે જે વર્ષે તારો જન્મ થયો હતો એ વર્ષે મેં મારી કરીઅરની શરૂઆત કરી હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood akshay kumar tiger shroff upcoming movie