હું ક્યારેય પોતાને અન્ય કરતાં સારો કે ખરાબ નથી માનતો : રણબીર કપૂર

24 March, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં તેને ૧૫ વર્ષ થયાં છે

રણબીર કપૂર

રણબીર કપૂરનું કહેવું છે કે તે કદી પોતાની જાતને કોઈ સાથે સરખાવતો નથી. બૉલીવુડમાં તેને ૧૫ વર્ષ થયાં છે. તેણે ૨૦૦૫માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લૅક’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ૨૦૦૭માં આવેલી ‘સાવરિયા’થી તેણે ઍક્ટિંગની શરૂઆત કરી હતી. પોતાની કરીઅર વિશે રણબીરે કહ્યું કે ‘મારી પહેલી ફિલ્મ પોતાનામાં જ એક મોટી નિષ્ફળતા હતી. એક ઍક્ટર તરીકે અહેસાસ થયો કે ફ્લૉપ્સ અને હિટ્સની મારા પર કોઈ અસર ન થવી જોઈએ અને એ વસ્તુએ મારામાં આત્મવિશ્વાસ વધાર્યો. હું કોઈ સાથે સ્પર્ધામાં નથી ઊતરતો. હું ક્યારેય એમ નથી વિચારતો કે હું કોઈનાથી ચડિયાતો છું કે કોઈ કરતાં ખરાબ છું. મને લાગે છે કે હું મારી પોતાની સાથે જ રેસમાં છું. મારે લાઇફમાં શું કરવું છે અને કેવા પ્રકારની ફિલ્મો કરવી છે એને લઈને મારા પોતાના વિચારો સ્ટ્રૉન્ગ છે. મારે કેવાં કૅરૅક્ટર્સ ભજવવાં છે એ વાતમાં મને ખાતરી છે કે કદાચ મને એમાં નિષ્ફળતા પણ મળે.’

નિષ્ફળતામાંથી ઘણુંબધું શીખવા મળ્યું છે એ વિશે રણબીરે કહ્યું કે ‘સફળતા કરતાં મને​નિષ્ફળતાએ ઘણું શીખવાડ્યું છે. તમારી ફિલ્મો જ્યારે સફળ થાય ત્યારે તમને અન્ય વસ્તુઓ પર ઘૃણા આવશે, પરંતુ જો તમે નિષ્ફળતાનો સ્વાદ ચાખશો તો તમે સમજશો કે તમે આત્મનિરીક્ષણ કરશો અને કોઈ નક્કર યોજના બનાવશો. મારી કરીઅરનાં ૧૫ વર્ષને લઈને હું નસીબદાર છું. મારામાં ઘણો કૉન્ફિડન્સ છે કે હું બેસ્ટ છું. હા, ચોક્કસ મારે એ વસ્તુ જાહેરમાં નથી કહેવી. હું મારી જાતને આગળ વધારવા માટે પોતાને જ કહું છું.’

કૅમેરા પાછળ કામ કરવાનો અનુભવ જણાવતાં રણબીરે કહ્યું કે ‘કોઈ ફિલ્મની સ્કૂલમાં જવા કરતાં હું એ ફિલ્મના સેટ પરથી શીખ્યો છું. મિસ્ટર ભણસાલીને ‘બ્લૅક’માં એક વર્ષ સુધી અસિસ્ટ 
કર્યા બાદ મને ફિલ્મો વિશે ઘણું શીખવા મળ્યુ. મેં અમિતાભ બચ્ચન અને રાની મુખરજી જેવા ઍક્ટર્સને પર્ફોર્મ કરતાં જોયાં હતાં. મેં મિસ્ટર ભણસાલીને ફિલ્મ ડિરેક્ટ કરતા જોયા.’

સંજય લીલા ભણસાલીને અસિસ્ટ કરવાના અનુભવ વિશે રણબીરે કહ્યું કે ‘હું ફિલ્મના બૅકગ્રાઉન્ડ ધરાવતી ફૅમિલીમાંથી આવું છું અને મિસ્ટર ભણસાલી એક સખત ટાસ્ક મૅનેજર છે. જો તમે કોઈ ભૂલ કરો તો તેઓ તમને બધાની સામે ખખડાવી નાખે. મને લાગે છે કે મારા જેવા માટે તો એવા પ્રકારની ટ્રેઇનિંગની ખાસ જરૂર છે, જેથી હું વિશ્વમાં મને મળતી નિષ્ફળતા માટે તૈયાર રહું.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranbir kapoor