મારે જે લોકો સાથે કામ કરવું છે તેમનું મેં લિસ્ટ બનાવ્યું છે: કિયારા

15 December, 2020 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારે જે લોકો સાથે કામ કરવું છે તેમનું મેં લિસ્ટ બનાવ્યું છે: કિયારા

કિયારા અડવાણી (તસવીર: પલ્લવ પાલીવાલ)

કિયારા અડવાણીનું કહેવું છે કે તેણે હજી સુધી ઘણી સિદ્ધિ મેળવવાની બાકી છે. ‘ફગલી’ દ્વારા ડેબ્યુ કર્યાનાં છ વર્ષ સુધીમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાનું નામ બનાવ્યું છે. તેની ‘ઇન્દુ કી જવાની’ હવે રિલીઝ થવાની છે. શું તેણે સિદ્ધિ મેળવી લીધી છે એ વિશે વાત કરતાં કિયારાએ કહ્યું હતું કે ‘હું એવું કહીં શકું એમ નથી, કારણ કે હજી એવું ઘણું બાકી છે જે મારે મેળવવાનું બાકી છે. હજી એવા ઘણા ડિરેક્ટર્સ છે જેમની સાથે મારે કામ કરવાનું બાકી છે. મારે જેમની સાથે કામ કરવું છે એનું મેં એક લિસ્ટ બનાવ્યું છે. હું મારી કરીઅરમાં એક સારા સ્થળે છું એવું હું જરૂર કહી શકું એમ છું. મારે જેવાં પાત્રો ભજવવાં હતાં એવાં હું ભજવી રહી છું અને લોકો પણ મારા પર વિશ્વાસ કરી મને એવા રોલ આપી રહ્યા છે.’

entertainment news bollywood bollywood news kiara advani