સિનેમામાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માટે મારામાં એક ગજબની ભૂખ છે : ભૂમિ

12 December, 2019 03:18 PM IST  |  Mumbai

સિનેમામાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માટે મારામાં એક ગજબની ભૂખ છે : ભૂમિ

ભુમિ પેડનેકર (PC : Jagran)

(આઇ.એ.એન.એસ.) ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે સિનેમામાં હંમેશાં પોતાનું પર્ફોર્મન્સ ઉત્કૃષ્ટ આપવાનો પ્રયાસ કરતી રહેશે. તેની હાલમાં રિલીઝ થયેલી પતિ, પત્ની ઔર વોહબૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મોની સ્ક્રિપ્ટ વિશે ભૂમિએ કહ્યું હતું કે હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે હંમેશાં સારી સ્ક્રિપ્ટ આવે છે, જે દર્શકોને કનેક્ટ કરે છે. હું બધા ફિલ્મ મેકર્સનો પણ આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો છે. એક કલાકાર તરીકે હું અદ્ભુત સ્ટોરીઝ અને બ્રિલીયન્ટ કૅરૅક્ટર્સ શોધતી હોઉં છું કે ફિલ્મ જોયા બાદ પણ એ લોકોને યાદ રહી જાય. મેં જે પણ કન્ટેન્ટ અત્યાર સુધી પસંદ કર્યું છે, એને મળેલી સફળતા એ વાતનું પ્રમાણ છે કે મારો નિર્ણય ખરો રહ્યો છે.

આ પણ જુઓ : ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

સાથે જ મને ભરપૂર કૉન્ફિડન્સ પણ મળ્યો છે કે હું મારા એ વિઝનને આગળ લઈ જઈ શકું. એક ક્રિએટીવ વ્યક્તિ તરીકે તમારી સહજબુદ્ધિ પર તમારે ભરોસો રાખવો જરૂરી છે. તમારી સફળતા જ એનું પ્રમાણ છે કે તમે જે પણ નિર્ણય લીધો છે એ યોગ્ય છે. મને મળતી ફિલ્મોને કારણે હું પોતાની જાતને નસીબદાર માનું છું. સિનેમામાં સતત ઉત્તમ પર્ફોર્મન્સ આપવા માટેની મારામાં એક ગજબની ભૂખ છું. મારી આગામી ફિલ્મોને લઈને પણ હું ખૂબ ઉત્સાહિત છું
, કારણ કે એ ફિલ્મો મને એક ઍક્ટર તરીકે ચૅલેન્જ આપશે અને એ મને હંમેશાં મારા પર્ફોર્મન્સને સારામાં સારુ બનાવવા માટે મદદ કરશે.

bollywood gossips bollywood news bhumi pednekar