16 February, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુર
બૉલીવુડમાં નોંધપાત્ર કામ કરીને ધ્યાન ખેંચવામાં સફળ રહેલી ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પડદા પર ઇન્ટિમેટ સીન કરવા માટેના પોતાના ડિસકમ્ફર્ટ વિશે જાહેરમાં ચર્ચા કરી છે. એક ઇન્ટરવ્યુમાં મૃણાલે કહ્યું કે ‘હું પડદા પર રોમૅન્ટિક અને ઇન્ટિમેટ સીન કરવા માટે કમ્ફર્ટેબલ નહોતી. મારાં માતા-પિતા પણ એ માટે તૈયાર નહોતાં. તેમની આ લાગણીને કારણે મેં ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. મને જ્યારે કોઈ ફિલ્મની ઑફર મળતી અને રોમૅન્ટિક દૃશ્યો વિશે કહેવામાં આવતું ત્યારે હું ડરી જતી અને કામ કરવાની ના પાડી દેતી હતી. આ રીતે હું કેટલા સમય સુધી ના પાડતી રહું? એ પછી એક તબક્કે મારે મારાં માતા-પિતા સાથે બેસીને આ વાતની ચર્ચા કરવી પડી અને તેમને સમજાવવું પડ્યું કે રોમૅન્ટિક દૃશ્યો મારી ચૉઇસ નથી, પણ એને માટે હું ફિલ્મને ના ન પાડી શકું.’
ફિલ્મોમાં રોમૅન્ટિક દૃશ્યો કરવાના પોતાના અભિગમ વિશે વાત કરતાં મૃણાલે જણાવ્યું કે ‘જો મારે ફિલ્મ કરવી હોય તો વાર્તાની ડિમાન્ડ પ્રમાણે કિસિંગ સીન કરવાની તૈયારી રાખવી પડશે. ઍક્ટર તરીકે મારે એ માટે તૈયાર રહેવું જોઈએ. જો તમે કમ્ફર્ટેબલ ન હો તો તમે જણાવી શકો છો, પણ મારે તો આને કારણે ફિલ્મોમાં કામ કરવાની તક ગુમાવવી પડતી હતી.’