28 May, 2023 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અભિષેક બચ્ચને જણાવ્યું છે કે તેને કોઈની મશ્કરી કરવુ પસંદ નથી. એને તે અયોગ્ય માને છે. તે વિકી કૌશલ સાથે મળીને IIFAને હોસ્ટ કરવાનો છે. અભિષેકની દીકરી આરાધ્યાની સ્કૂલનાં કમિટમેન્ટ્સ હોવાથી આ વખતે ઐશ્વર્યા રાય બચ્ચન આ ઇવેન્ટમાં સામેલ નથી થઈ શકી. અવૉર્ડ નાઇટને હોસ્ટ કરવા વિશે અભિષેક બચ્ચને કહ્યું કે ‘તમે જ્યારે હોસ્ટિંગ કરો તો તમારા પર મોટી જવાબદારી હોય છે. અમારે એ વાતની ખાતરી રાખવાની હોય છે કે અમારા સિનેમાને અમે યોગ્ય રીતે, ગરિમાપૂર્ણ અને સન્માનિત ઢબે રજૂ કરીએ. મને અન્ય લોકોની મજાક ઉડાવવી પસંદ નથી. મને એ અયોગ્ય લાગે છે. એથી મારા હોસ્ટિંગ દરમ્યાન તમને એ નહીં દેખાય. એવું કામ કરો જે મનોરંજન આપે, હળવું રાખો અને દર્શકોને પણ જોડી રાખો.’