મારા પાત્રો કરતાં રિયલ લાઇફમાં હું એકદમ અલગ છું : ભૂમિ પેડણેકર

14 November, 2019 09:51 AM IST  |  Mumbai

મારા પાત્રો કરતાં રિયલ લાઇફમાં હું એકદમ અલગ છું : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડણેકર જ્યારે પણ મિનિગફુલ પાત્રો ભજવે ત્યારે તેને ખૂબ જ સંતોષ મળે છે. ભૂમિ રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમર્સ છે, પરંતુ ફિલ્મોમાં તે ગામડાની છોકરીઓના પાત્રો વધુ ભજવે છે. ‘પતિ, પત્ની ઔર વો’માં ભૂમિ તેના અગાઉના પાત્રો કરતાં ગ્લેમરસ અવતારમાં જોવા મળશે. આ પાત્ર ભજવી તેને ઍક્ટર તરીકે સંતોષ થયો છે કે નહીં એ વિશે પૂછતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હું ‘બાલા’ અથવા તો ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં જ્યારે મિનિગફુલ પાત્રો ભજવું છું ત્યારે મને સંતોષ થાય છે. પાત્રોથી તમને સંતોષ મળે છે નહીં કે ફિલ્મોમાં પહેરતાં કપડાંથી. હું મુંબઈમાં જન્મી અને મોટી થઈ છું. હું જે પણ પાત્રો ભજવું છે એનાથી રિયલ લાઇફમાં એકદમ અલગ છું. મારા માટે ગ્લેમરસ, અર્બન અને ઇંગ્લિશ બોલતી મહિલાઓના પાત્રો ભજવવા સહેલાં છે અને એમાં મારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. હું ક્યારે આપણા દેશના ગામડાઓમાં નથી ગઈ. ગામડાઓની સામાન્ય લાઇફનો મેં ક્યારેય અનુભવ નથી કર્યો એથી મને જ્યારે આવી તક મળે એ મારા માટે ચૅલેન્જ બની જાય છે.’

મૅરિટલ રેપના જૉકને લઈને માફી માગી ભૂમિ પેડણેકરે

‘પતિ, પત્ની ઔર વો’નાં ટ્રેલરમાં કાર્તિક આર્યનનાં ડાયલૉગને લઈને વિવાદ ચગતા ભૂમિ પેડણેકરે સૌની માફી માગી છે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે ચિન્ટુ ત્યાગીની ભૂમિકા ભજવતો કાર્તિક તેનાં ફ્રેન્ડ અપારશક્તિ ખુરાનાને કહી રહ્યો છે કે ‘બીવી સે સેક્સ માંગ લે તો હમ ભિખારી. બીવી કો સેક્સ ના દે તો હમ અત્યાચારી. ઔર કીસી તરહા સે જુગાડ લગાકર સેક્સ હાસિલ કર લિયા તો બળાત્કારી ભી હમ.’
આ ટ્રેલરની સોશ્યલ મીડિયામાં લોકો ખૂબ નિંદા કરી રહ્યા છે. એને જોતા ફિલ્મમાં કાર્તિકની વાઇફ બનેલી ભૂમિ પેડણેકરે પોતાનું મૌન તોડ્યુ છે. આ સંદર્ભે ભૂમિ પેડણેકરે કહ્યું હતું કે ‘અમે કોઈની લાગણી દુભાવી હોય તો અમે માફી માગીએ છીએ કારણ કે અમારો એવો કોઈ ઇરાદો નહોતો. સાથે જ ‘પતિ, પત્ની ઔર વો’ સાથે જેટલા પણ લોકો સંકળાયેલા છે તેમની પણ આવી કોઈ મન્શા નહોતી. આવી કોઈ પણ પ્રકારની વિચારધારાને અમે પ્રોત્સાહન નથી આપતાં. ફિલ્મનાં ડિરેક્ટર મુદસ્સર અઝીઝ પણ નારી શક્તિને બળ આપે છે. મારી આ ફિલ્મ પણ જેન્ડર વિશેની મારી વિચારધારાને દેખાડે છે અને મારો પણ એ જ પ્રયાસ રહે છે. અમે જેન્ડર ગૅપને પૂરી રીતે ખતમ કરવા માટે પ્રયત્નો કરીએ છીએ. એથી હું એવી કોઈ બાબતને પ્રોત્સાહન નહીં આપું જે એની વિરોધમાં હોય. આવા વિષયવાળી કેટલીક ફિલ્મો માટે અઢળક પૈસા મળતા હોવા છતાં પણ મેં આવી ફિલ્મોને નકાર આપ્યો છે. આવી ફિલ્મો બાદમાં ખૂબ મોટી હિટ પૂરવાર થઈ છે.’

bhumi pednekar entertaintment