હું બહુ જ અધીરી ઍક્ટર છું : ભૂમિ

09 December, 2019 10:46 AM IST  |  Mumbai

હું બહુ જ અધીરી ઍક્ટર છું : ભૂમિ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર પોતાને આતુર ઍક્ટર માને છે. તેની હાલમાં રિલીઝ થયેલી ‘પતિ, પત્ની ઔર વોહ’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ અગાઉ તેની ‘બાલા’ અને ‘સાંડ કી આંખ’ને બૉક્સ-ઑફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મો વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હાલમાં સારી ફિલ્મો બને એ સમય આવ્યો છે અને મને ઇન્ડસ્ટ્રીમાં બનતી સારી ફિલ્મમાં કામ કરવું છે. મારી જાત માટે મેં આ લક્ષ બનાવી રાખ્યું છે. આ દિશામાં હું આગળ વધવા માગું છું અને એક કલાકાર તરીકે મારા વિઝનને જાણીને મારે પોતાની જાતને ચૅલેન્જ આપવી છે. હું એક આતુર ઍક્ટર છું અને મને દરેક પ્રકારના રોલ કરવા ગમે છે. હું જે પ્રકારની ઍક્ટર બનવા માગું છું એ મારી ફિલ્મોની પસંદગી પરથી જાણી શકાય છે. હું વિવિધ પાત્રો ભજવવા માગું છું અને સ્ક્રીન પર કોઈ ચોક્કસ ભૂમિકા ભજવવાની પ્રોસેસને હું એન્જૉય કરું છું. મારા માટે આ એક સંતુષ્ટિની લાગણી છે કે લોકો એ ભૂલી જાય છે કે સ્ક્રીન પર કોણ ઍક્ટિંગ કરી રહ્યું છે અને સાથે જ સ્ક્રીન પર જે કૅરૅક્ટર છે એને જોવામાં પણ ઓતપ્રોત બની જાય છે.’

bhumi pednekar entertaintment