હું બૉલીવુડ ઍક્ટર છું, રીજનલ ફિલ્મોમાં કામ નહીં કરું

01 April, 2022 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય ભાષામાં કામ કરવાના સવાલ પર ઉશ્કેરાઈને આવું કહ્યું જૉન એબ્રાહમે

જૉન એબ્રાહમ


જૉન એબ્રાહમને પૂછવામાં આવ્યું હતું કે શું તે રીજનલ ફિલ્મોમાં કામ કરશે કે કેમ, પરંતુ એને કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો. તે હાલમાં ‘અટૅક’ના પ્રમોશનમાં બિઝી છે. આ ​ફિલ્મ આજે રિલીઝ થવાની છે. એની પ્રમોશનલ ઇવેન્ટમાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવાનો છે? એનો જવાબ આપતાં જૉને કહ્યું કે ‘હું કોઈ પણ પ્રાદેશિક ફિલ્મોમાં કામ નથી કરી રહ્યો. મને ખબર નથી કે આ અટકળો ક્યાંથી શરૂ થઈ ગઈ છે. હું રીજનલ ફિલ્મોમાં કદી પણ સપોર્ટિંગ રોલ્સ નહીં કરું. હું બૉલીવુડનો ઍક્ટર છું.’

bollywood news john abraham