તાપસી-રેણુકા બાદ હુમા કુરેશીને લાગ્યો ઝટકો, 50હજાર વીજળીનું બિલ

30 June, 2020 03:29 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

તાપસી-રેણુકા બાદ હુમા કુરેશીને લાગ્યો ઝટકો, 50હજાર વીજળીનું બિલ

હુમા કુરેશી

વીજળીનું બિલ જોઈને ફક્ત સામાન્ય મનુષ્ય જ નહીં પણ બોલીવુડ સિતારાને પણ ખોસ્સો ઝટકો લાગી રહ્યો છે. તાજેતરમાં તાપસી પન્નૂ, રેણુકા શહાણે, ડિનો મોરિયો સહિત ઘણાં સિતારાઓ વધેલું વીજળીનું બિલ જોઇને સોશિયલ મીડિયા પર આની ફરિયાદ કરી છે. હવે આમાં હુમા કુરેશીએ પણ ટ્વીટ કર્યું છે.

હુમા કુરેશીને વીજળીના બિલનો ઝટકો લાગ્યો છે. હુમાને ગયા મહિનાનું વીજળીનું બિલ છ હજાર હતું જ્યારે આ મહિને 50 હજાર રૂપિયાનું બિલ આવ્યું છે. આ જોઇને હુમા પણ ડઘાઇ ગઈ અને તેણે એક ટ્વીટ કરીને આની ફરિયાદ કરી છે.

હુમા કુરેશીએ ટ્વીટ કરીને લખ્યું, "આ વીજળીની નવી કિંમત શું છે? ગયા મહિને મેં છ હજારનું બિલ ચુકવ્યું. આ મહિને 50 હજાર? શું છે આ નવું પ્રાઇઝ સર્ચ?"

આ પહેલા તાપસી પન્નૂના ઘરનું વીજળીનું બિલ 36 હજાર રૂપિયા આવ્યું. ટ્વિટર પર બિલની કૉપી શૅર કરતાં તાપસી પન્નૂએ લખ્યું હતું, "ત્રણ જ મહિના લૉકડાઉનને થયા છે અને હું વિચારું છું કે એવા કયા ઉપકરણ મેં વાપરી લીધા છે કે ખરીદ્યા છે કે આટલું વધારે બિલ આવી રહ્યું છે. તમે કઈ રીતે વીજળીનું બિલ બનાવો છો?"

રેણુકા શહાણે એ પણ વીજળીના બિલને લઈને ટ્વીટ કર્યું હતું કે, "મારું વીજળીનું બિલ 8 મેના 5,510 રૂપિયા આવ્યું, તો જૂનમાં 29,700 રૂપિયા આવ્યું. આ બિલમાં તમે મે અને જૂન બન્નેના બિલ જોડી દીધા છે પણ તમે તે બિલમાં મારું મે મહિનાનું બિલ 18,080 રૂપિયા બતાવ્યું છે. મારું બિલ 5510 રૂપિયાથી 18,080 રૂપિયા કેવી રીતે થઈ ગયું?"

huma qureshi bollywood bollywood news bollywood gossips taapsee pannu