હ્રિતિકની સુપર 30નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો શું કહ્યું સુઝૈને...

10 July, 2019 03:10 PM IST  |  મુંબઈ ડેસ્ક

હ્રિતિકની સુપર 30નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો શું કહ્યું સુઝૈને...

હ્રિતિક રોશન સુપર 30માં (તસવીર સૌજન્ય હ્રિતિક રોશન ઇન્સ્ટાગ્રામ)

હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝ થવાની છે, અને હ્રિતિક રોશન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે હવે હ્રિતિકે સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફી શેર કરતાં હ્રિતિકે લખ્યું કે, આજે નવો દિવસ છે. સુપર 30 કૉપી જાહેર.. કૉપી આઉટ ટુડે...ટુડે આઈ લેટ ઈટ ગો.

હ્રિતિકની આ પોસ્ટ પર કેટલાય સેલેબ્સએ કોમેન્ટ કરી, પણ એક વ્યક્તિની કોમેન્ટ ખૂબ જ સરસ હતી અને તે હતી હ્રિતિકની એક્સ વાઇફ સુઝૈન ખાનની. સુઝૈને હ્રિતિકની આ તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, "આ તમારું અત્યાર સુધીનું સૌથી સારું કામ છે... પ્રાઉડ ઑફ યૂ."

આમ તો આ પહેલી વાર નથી જ્યારે સુઝૈન ખાને આ રીતે હ્રિતિક રોશનને સપોર્ટ કર્યો હોય. કેટલીય વાર સુઝૈન હ્રિતિક સાથે સાથે રોશન પરિવારને સપોર્ટ કરતી જોવા મળી છે.

ડિવોર્સ પછી સુઝૈન સાથે સંબંધો વિશે હ્રિતિક રોશને ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ એક મેગઝિનને ઇન્ટરવ્યૂ આપતાં સુઝૈન સાથેની બોન્ડિંગ વિશે પણ વાત કરી. હ્રિતિકે દરમિયાન સુઝૈનના ઘણાં વખાણ કર્યા. હ્રિતિકે કહ્યું કે, આ એક સુંદર સંબંધ છે. બાળકો માટે અમે મિત્ર બન્યા છીએ અને આ એક સમજણભર્યો નિર્ણય છે. એક વાત હું નિશ્ચયથી કહી શકું છું કે પ્રેમ ક્યારેય નફરતમાં પરિણમતો નથી અને જો તે નફરતમાં પરિણમે તો ક્યારેય પ્રેમ હતો જ નહીં. પ્રેમનો બીજો ભાગ પણ પ્રેમ જ છે. એક વાર જ્યારે તમે આ સમજી જાઓ છો ત્યારે તમે બીજી બાબતોને પાછળ મૂકીને ફરી પ્રેમ જ શોધો છો. તેની માટે નવા રસ્તાઓ શોધવા લાગો છો.

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

સુઝૈનૈ કહ્યું હું અને હ્રિતિક કપલ નહીં પણ હવે છીએ સારા મિત્રો...
થોડાંક સમય પહેલા સુઝૈને હ્રિતિકને લઇને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હવે અમે કપલ નથી પણ ખૂબ જ સારા મિત્રો છીએ. હ્રિતિકમાં મને મારો સપોર્ટ સિસ્ટમ દેખાય છે. તે મને દુઃખી કે એકલતાનો અનુભવ થવા નથી આપતો. મારા બાળકો સરળતાથી એડજસ્ટ થઈ જાય છે. તે વસ્તુઓને ઓર્ગનાઇઝ્ડ રાખે છે. હવે અમે સાથે નહીં થઈ શકીએ પણ જરૂર પડ્યે હંમેશા એકબીજા માટે હાજર છીએ."

hrithik roshan sussanne khan bollywood bollywood news bollywood events bollywood gossips