હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ફાઇટર્સ?

04 June, 2019 09:35 AM IST  |  મુંબઈ

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ફાઇટર્સ?

હ્રિતિક રોશન, ટાઈગર શ્રોફ

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની આવનારી ફિલ્મનું નામ ‘ફાઇટર્સ’ રાખવામાં આવ્યું છે એવી ચર્ચા છે. આ બન્ને પહેલી વાર આ ફિલ્મમાં સાથે દેખાવાના છે. યશરાજ ફિલ્મ્સ અને આ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા જ્યારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એને હૃતિક વર્સસ ટાઇગર નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મને લઈને તેમના ફૅન્સમાં પણ ભરપૂર ઉત્સાહ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની ઍક્શન અલગ લેવલની હશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ જોવા મળવાની છે. યશરાજ ફિલ્મ્સ એને પ્રોડ્યુસ કરશે.

આ પણ વાંચોઃ વ્હાલમ 2.0માં જિગરદાન ગઢવીએ જમાવ્યો રંગ, જુઓ ફોટોઝ 

hrithik roshan tiger shroff bollywood entertaintment