વ્હાલમ 2.0માં જિગરદાન ગઢવીએ જમાવ્યો રંગ, જુઓ ફોટોઝ

Updated: Jun 03, 2019, 20:58 IST | Bhavin
 • ગુજરાતી ફિલ્મોમાં જેના નામે સૌથી વધી હિટ સોંગ્સ બોલે છે, તે જિગરદાન ગઢવીએ રવિવારે અમદાવાદીઓને ડોલાવી દીધા.

  ગુજરાતી ફિલ્મોમાં જેના નામે સૌથી વધી હિટ સોંગ્સ બોલે છે, તે જિગરદાન ગઢવીએ રવિવારે અમદાવાદીઓને ડોલાવી દીધા.

  1/19
 • અમદાવાદમાં રવિવારની સાંજ ત્યારે સૂરીલી બની ગઈ જ્યારે શહેરની જાણીતી YMCA ક્લબમાં ગુજરાતી રૉક સ્ટાર જિગરદાન ગઢવીની લાઈન કોન્સર્ટ યોજાઈ ગઈ.

  અમદાવાદમાં રવિવારની સાંજ ત્યારે સૂરીલી બની ગઈ જ્યારે શહેરની જાણીતી YMCA ક્લબમાં ગુજરાતી રૉક સ્ટાર જિગરદાન ગઢવીની લાઈન કોન્સર્ટ યોજાઈ ગઈ.

  2/19
 • જિગરદાન ગઢવની ફિલ્મ લવની ભવાઈના હિટ સોંગ વ્હાલમ આવોને પરથી જ આ કોન્સર્ટનું નામ રાખાવામાં આવ્યું હતું. 

  જિગરદાન ગઢવની ફિલ્મ લવની ભવાઈના હિટ સોંગ વ્હાલમ આવોને પરથી જ આ કોન્સર્ટનું નામ રાખાવામાં આવ્યું હતું. 

  3/19
 • વ્હાલમ 2.0ના નામે યોજાયેલી આ કોન્સર્ટમાં જિગરાને લાઈવ સાંભળવા માટે અમદાવાદ જ નહીં સુરત, બરોડા અને રાજકોટથી પણ લોકો ઉમટી પડ્યા હતા. 

  વ્હાલમ 2.0ના નામે યોજાયેલી આ કોન્સર્ટમાં જિગરાને લાઈવ સાંભળવા માટે અમદાવાદ જ નહીં સુરત, બરોડા અને રાજકોટથી પણ લોકો ઉમટી પડ્યા હતા. 

  4/19
 • આ કોન્સર્ટમાં જિગરદાન ગઢવીએ પોતાના ફેમસ ગીતો લાઈવ ગાઈને ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

  આ કોન્સર્ટમાં જિગરદાન ગઢવીએ પોતાના ફેમસ ગીતો લાઈવ ગાઈને ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

  5/19
 • વ્હાલમ 2.0માં જિગરદાને વ્હાલમ આવોનેની સાથે સાથે લેટેસ્ટ હિટ સોંગ ચાંદને કહો પણ ગાયું હતું. 

  વ્હાલમ 2.0માં જિગરદાને વ્હાલમ આવોનેની સાથે સાથે લેટેસ્ટ હિટ સોંગ ચાંદને કહો પણ ગાયું હતું. 

  6/19
 • આ ઉપરાંત આ કોન્સર્ટમાં જિગરદાન ગઢવીએ મોગલ આવે, મોગલ તારો આશરો, આવો નવલખ, ધીમો વરસાદ જેવા પોતાના ક્રિએટ કરેલા ગીતો પણ ગાયા હતા. 

  આ ઉપરાંત આ કોન્સર્ટમાં જિગરદાન ગઢવીએ મોગલ આવે, મોગલ તારો આશરો, આવો નવલખ, ધીમો વરસાદ જેવા પોતાના ક્રિએટ કરેલા ગીતો પણ ગાયા હતા. 

  7/19
 • આ કોન્સર્ટમાં જિગરદાને ચાંદને કહોનું સેડ વર્ઝન ગાઈને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. જિગરદાને ખાસ આ કોન્સર્ટ માટે ચાંદ ને કહોનું સેડ વર્ઝન જાતે લખીને તૈયાર કર્યું હતું. 

  આ કોન્સર્ટમાં જિગરદાને ચાંદને કહોનું સેડ વર્ઝન ગાઈને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. જિગરદાને ખાસ આ કોન્સર્ટ માટે ચાંદ ને કહોનું સેડ વર્ઝન જાતે લખીને તૈયાર કર્યું હતું. 

  8/19
 • જિગરદાનની આ લાઈવ કોન્સર્ટ ખૂબ જ સફળ રહી હતી. જેમાં કન્ટેમ્પરરીની સાથે ફોક સોંગ ગાઈને જિગરદાને લોકોના દિલ જીતી લીધા હતા. 

  જિગરદાનની આ લાઈવ કોન્સર્ટ ખૂબ જ સફળ રહી હતી. જેમાં કન્ટેમ્પરરીની સાથે ફોક સોંગ ગાઈને જિગરદાને લોકોના દિલ જીતી લીધા હતા. 

  9/19
 • ફિલ્મના ગીતોની સાથે સાથે આ કોન્સર્ટમાં જિગરદાને શિવાજીનું હાલરડું, અને કસુંબીનો રંગ પણ નવી જ રીતે પર્ફોમ કર્યું હતું. 

  ફિલ્મના ગીતોની સાથે સાથે આ કોન્સર્ટમાં જિગરદાને શિવાજીનું હાલરડું, અને કસુંબીનો રંગ પણ નવી જ રીતે પર્ફોમ કર્યું હતું. 

  10/19
 • આ ઉપરાંત જિગરદાન ગઢવીએ આ કોન્સર્ટમાં બોલીવુડના હિટ સોંગ્સ અને ક્લાસિક સોંગ્સને અનપ્લગ્ડ ગીતો ગાઈને લોકોને તરબતર કરી દીધા હતા. 

  આ ઉપરાંત જિગરદાન ગઢવીએ આ કોન્સર્ટમાં બોલીવુડના હિટ સોંગ્સ અને ક્લાસિક સોંગ્સને અનપ્લગ્ડ ગીતો ગાઈને લોકોને તરબતર કરી દીધા હતા. 

  11/19
 • વ્હાલમ આવોને બાદ જિગરદાન ગઢવીનું ગીત ચાંદને કહો ખૂબ જ પોપ્યુલર થયું હતું. ચાલ જીવી લઈએ માટે જિગરદાને આ ગીત ગાયું હતું. 

  વ્હાલમ આવોને બાદ જિગરદાન ગઢવીનું ગીત ચાંદને કહો ખૂબ જ પોપ્યુલર થયું હતું. ચાલ જીવી લઈએ માટે જિગરદાને આ ગીત ગાયું હતું. 

  12/19
 • આ પહેલા ફિલ્મ લવની ભવાઈમાં જિગરદાન ગઢવીએ 'વ્હાલમ આવો ને'માં અવાજ આપ્યો હતો. ફિલ્મની સાથે સાથે આ ગીત પણ જબરજસ્ત લોકપ્રિય બન્યું હતું.

  આ પહેલા ફિલ્મ લવની ભવાઈમાં જિગરદાન ગઢવીએ 'વ્હાલમ આવો ને'માં અવાજ આપ્યો હતો. ફિલ્મની સાથે સાથે આ ગીત પણ જબરજસ્ત લોકપ્રિય બન્યું હતું.

  13/19
 • જિગરદાન ગઢવી ત્યાર સુધી ચાલ જીવી લઈએ, પાગલપંતી, લવની ભવાઈ, કરસનદાસ પે એન્ડ યુઝ, ધાકડ, હાર્દિક અભિનંદન જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂક્યા છે. 

  જિગરદાન ગઢવી ત્યાર સુધી ચાલ જીવી લઈએ, પાગલપંતી, લવની ભવાઈ, કરસનદાસ પે એન્ડ યુઝ, ધાકડ, હાર્દિક અભિનંદન જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂક્યા છે. 

  14/19
 • જિગરદાન ગઢવીને કરિયરની શરૂઆતમાં ઝી મ્યુઝિક કંપનીનો કોન્ટ્રાક્ટ ઓફર થયો હતો. પરંતુ જિગરદાને કોન્ટ્રાક્ટ સ્વીકારવાના બદલે ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું. 

  જિગરદાન ગઢવીને કરિયરની શરૂઆતમાં ઝી મ્યુઝિક કંપનીનો કોન્ટ્રાક્ટ ઓફર થયો હતો. પરંતુ જિગરદાને કોન્ટ્રાક્ટ સ્વીકારવાના બદલે ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું. 

  15/19
 • જીગરદાન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને સિંગિંગ સ્ટાઈલને કારણે યુવા પેઢીમાં જબરજસ્ત લોકપ્રિય છે. તે રોકસ્ટાર  અને પાવરફુલ પર્ફોમર તરીકે ઓળખાય છે.

  જીગરદાન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને સિંગિંગ સ્ટાઈલને કારણે યુવા પેઢીમાં જબરજસ્ત લોકપ્રિય છે. તે રોકસ્ટાર  અને પાવરફુલ પર્ફોમર તરીકે ઓળખાય છે.

  16/19
 • જીગરદાને હજી કેટલાક વર્ષો પહેલા જ અમદાવાદના એક કેફેમાં સિંગિંગથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ગણતરીના વર્ષોમાં જ પોતાની ટેલેન્ટથી તે લાખો લોકોને ફેન બનાવી ચૂક્યા છે. 

  જીગરદાને હજી કેટલાક વર્ષો પહેલા જ અમદાવાદના એક કેફેમાં સિંગિંગથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ગણતરીના વર્ષોમાં જ પોતાની ટેલેન્ટથી તે લાખો લોકોને ફેન બનાવી ચૂક્યા છે. 

  17/19
 • વ્હાલમ 2.0 ઝીરો કોન્સર્ટ પહેલા જિગરદાન ગઢવી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. જિગરાએ વેન્યુ પર ફોટોશૂટ કરાવાનો લ્હાવો લીધો હતો. 

  વ્હાલમ 2.0 ઝીરો કોન્સર્ટ પહેલા જિગરદાન ગઢવી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. જિગરાએ વેન્યુ પર ફોટોશૂટ કરાવાનો લ્હાવો લીધો હતો. 

  18/19
 • કોન્સર્ટ પહેલા જિગરદાન ગઢવીએ જુદા જુદા પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું. 

  કોન્સર્ટ પહેલા જિગરદાન ગઢવીએ જુદા જુદા પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું. 

  19/19
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોના રોક સ્ટાર જિગરદાન ગઢવીની અમદાવાદમાં કોન્સર્ટ યોજાઈ ગઈ. જીગરાના જ ફેમસ ગીત વ્હાલમ આવો ને ના નામ પરથી વ્હાલમ 2.0 તરીકે યોજાયેલી આ કોન્સર્ટમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK