Super 30 Box Office: વિશ્વના આટલા દેશોમાં હ્રિતિકની ફિલ્મ થશે રિલીઝ

09 July, 2019 02:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

Super 30 Box Office: વિશ્વના આટલા દેશોમાં હ્રિતિકની ફિલ્મ થશે રિલીઝ

સુપર 30

હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 12 જુલાઇના રોજ રિલીઝ થઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવાની તૈયારી કરી દીધી છે. હ્રિતિકે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે, જેમાં સુપર 30 વિશ્વના 71 દેશમાં રિલીઝ કરવામાં આવશે.

હ્રિતિકે જે ઇન્ફોગ્રાફી શેર કરી છે તે પ્રમાણે, ફિલ્મ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, જેવા મોટા દેશો અને અને મિડલ ઇસ્ટ સિવાય નાના નાના દેશોમાં પણ રિલીઝ કરવામાં આવશે. તેથી જ હ્રિતિકે આ ગ્રાફિક્સ સાથે કૅપ્શનમાં લખ્યું છે... સુપર 30 સાથે વિશ્વના જુગરાફિયાના દરવાજા ખુલી જશે. સુપર 30 વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે અને હ્રિતિક તેમાં એક ગણિતના શિક્ષકનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી પટનામાં ચાલતા જાણીતાં કોચિંગ સુપર 30ના સંચાલક આનંદ કુમારની બાયોપિક છે.

સામાન્ય રીતે ફિલ્મોમાં શહેરી પાત્રો ભજવતો હ્રિતિક પહેલી વાર આટલા બદલાયેલા અંદાજમાં જોવા મળશે. ફિલ્મમાં આનંદ કુમારના શરૂઆતના સંઘર્ષના દિવસો પડદા પર જીવવા માટે હ્રિતિકે પોતાને ટેન (ડાર્ક) કર્યું છે. ફિલ્મમાં તે ભોજપુરી લહેકામાં બોલતો દેખાશે. ફિલ્મમાં હ્રિતિક સાથે નંદીશ સંધૂ, પંકજ ત્રિપાઠી અને મૃણાલ ઠાકુર મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

સુપર 30 દ્વારા હ્રિતિક લગભગ અઢી વર્ષ પછી પડદા પર દેખાવાનો છે. 2017ના જાન્યુઆરીમાં તેની ફિલ્મ કાબિલ રિલીઝ થઈ હતી, જે બૉક્સ ઑફિસ પર સુપર હિટ રહી હતી. ત્યાર બાદ હ્રિતિકે સુપર 30 સિવાય અન્ય કોઈ ફિલ્મ સાઇન કરી નથી અને માત્ર સુપર 30 પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આ પણ વાંચો : Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને શ્રદ્ધા કપૂર સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સ એવા છે, જે એક્ટિંગ કરવાની સાથે સાથે પોતાની ફિલ્મોમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં અભિનેતા હ્રિતિક રોશનનું નામ પણ જોડાઈ ચૂક્યુ છે. જી હાં, હ્રિતિક રોશને પણ હવે એક્ટિંગની સાથે સાથે સિંગિંગમાં હાથ અજમાવ્યો છે. હ્રિતિક રોશને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર Super 30નું નવું ગીત question mark શૅર કર્યું છે, જેમાં ફેન્સ માટે સરપ્રાઈઝ છે. આ ગીતની ખાસ વાત એ છે કે હ્રિતિક રોશને આ ગીતમાં અવાજ આપ્યો છે.

hrithik roshan bollywood bollywood news bollywood gossips bollywood events