‘ફાઇટર’ માટે બાર અઠવાડિયાં ટ્રેઇનિંગ લીધી હતી હૃતિકે

05 January, 2023 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિક્રમ વેધા’ બાદ હૃતિકે તેની ‘ફાઇટર’ની શરૂઆત કરી હતી.

હૃતિક રોશન ફાઇલ તસવીર

હૃતિક રોશને તેની ‘ફાઇટર’ માટે બાર અઠવાડિયાંમાં તેની બૉડી ટ્રાન્સફૉર્મ કરી હતી. ‘વિક્રમ વેધા’ બાદ હૃતિકે તેની ‘ફાઇટર’ની શરૂઆત કરી હતી. આ માટે તેણે ઇન્ટરનૅશનલ સેલિબ્રિટી ટ્રેઇનર ક્રિસ ગોથિન પાસે ટ્રેઇનિંગ લીધી છે. હાલમાં જ તેમણે બન્નેએ એક પૉડકાસ્ટમાં તેમની ફિટનેસ વિશે વાત કરી હતી. હૃતિક વિશે વાત કરતાં ક્રિસે કહ્યું કે ‘હૃતિક વિશે ઘણા લોકોને એ ખબર નહીં હોય કે તે ખરેખર તેની બૉડી માટે ખૂબ જ મહેનત કરે છે. મને યાદ છે ૨૦૧૩માં મેં હૃતિક સાથે કામ કર્યું હતું અને તેણે સાત મહિના સુધી એક દિવસની પણ છુટ્ટી નહોતી લીધી. તેણે રાત-દિવસ બૉડી પર કામ કર્યું હતું. ઘણી વાર તો અમને ખબર નહોતી પડતી કે સવારે ચાર વાગ્યે ટ્રેઇનિંગ શરૂ કરી હોય અને અમે સાંજે સાત વાગ્યે એ પૂરી કરતા હતા. આ થકાવી દેનારું છે, પરંતુ અમે અમારો ટાર્ગેટ પૂરો કરી લેતા હતા. અમે ખાવાનું ખાઈને જલદી સૂઈ જતા હતા. એના માટે ઘણી વાર તેણે સંઘર્ષ કરવો પડતો હતો, કારણ કે તેણે રાતભર શૂટિંગ કરવું પડતું હતું. જોકે તે હંમેશાં તેનું વર્કઆઉટ કરતો હતો.’

entertainment news bollywood news bollywood gossips bollywood hrithik roshan upcoming movie