સબા સાથે અલગ મકાનમાં રહેવા જવાની અફવા પર વિરામ મૂક્યો હૃતિક રોશને

22 November, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુ-વર્સોવા લિન્ક રોડ પર આવેલા મન્નત નામના બિલ્ડિંગમાં એક આલીશાન અપાર્ટમેન્ટમાં આ બન્ને રહેવા જવાનાં છે

હૃતિક રોશન અને સબા આઝાદ

હૃતિક રોશને એ અફવા પર વિરામ મૂક્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે હૃતિક તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે અલગ મકાનમાં રહેવા જવાનો છે. એ અફવાને લઈને આખરે હૃતિકે મૌન તોડ્યું છે. એવા સમાચાર વહેતા થયા હતા કે જુહુ-વર્સોવા લિન્ક રોડ પર આવેલા મન્નત નામના બિલ્ડિંગમાં એક આલીશાન અપાર્ટમેન્ટમાં આ બન્ને રહેવા જવાનાં છે. એ અપાર્ટમેન્ટની કિંમત ૯૭.૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં એ આર્ટિકલને ટ્વિટર પર શૅર કરીને હૃતિકે ટ્વીટ કર્યું હતું, ‘આ સમાચારમાં કોઈ વાસ્તવિકતા નથી. હું એક પબ્લિક ફિગર હોવાથી સ્વાભાવિક છે કે મારા વિશે જાણવાની લોકોમાં ઉત્સુકતા હોય. જોકે ખોટી માહિતીને એનાથી દૂર રાખવામાં આવે તો સારી વાત છે. ખાસ કરીને જ્યાં રિપોર્ટ કરવામાં આવે છે ત્યાં, કેમ કે એ એક જવાબદારીભર્યું કામ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood hrithik roshan