હૃતિકને ફિલ્મમાં એન્ટ્રી પહેલાં જ કઝિન પશ્મિના પર ગર્વ છે

30 May, 2020 08:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિકને ફિલ્મમાં એન્ટ્રી પહેલાં જ કઝિન પશ્મિના પર ગર્વ છે

હૃતિક રોશનની ફર્સ્ટ કઝિન પશ્મિના બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. આ પહેલાં જ હૃતિકે કહ્યું છે કે તેને પશ્મિના પર ખૂબ જ ગર્વ છે. પશ્મિનાએ જેફ ગોલ્ડબર્ગ સાથે ‘ધ ઇમ્પોર્ટન્સ ઑફ બીઇન્ગ અર્નેસ્ટ’માં કામ કર્યું હતું. થિયેટર એક્સ્પીરિયન્સ બાદ પશ્મિના ફિલ્મમાં આવી રહી છે. હૃતિકના કાકા રાજેશ રોશનની દીકરી છે પશ્મિના. તેના વિશે હૃતિકે કહ્યું હતું કે ‘પશ્મિના તારા પર મને ખૂબ જ ગર્વ છે. તું એક સ્પેશ્યલ વ્યક્તિની સાથે ખૂબ જ ટૅલન્ટેડ પણ છે. તું ખૂબ જ બ્રાઇટ છે અને તું જ્યાં પણ જાય છે ત્યાં તારી પૉઝિટિવિટીની રોશની ફેલાવે છે. કેટલીક વાર હું વિચારું છું કે તારામાં આ જાદુ કેવી રીતે આવ્યું. જોકે મોટા ભાગે હું ભગવાનનો આભાર માનું છું કે તને અમારી ફૅમિલીમાં મોકલવામાં આવી. અમે નસીબદાર છીએ કે અમારી પાસે તું છે અને બહુ જલદી દુનિયા પણ તેને જોઈ શકશે. તું ખૂબ જ ફની છે એટલે નહીં અથવા તો તારી ઉંમર કરતાં તું વધુ સમજુ છે એટલે પણ નહીં, તું ખૂબ જ સુંદર છે એટલે પણ નહીં, પરંતુ તારી વલ્નરેબિલિટીને કારણે તું કોઈને પણ જજ કર્યા વગર આગળ વધે છે અને એ જ તારું વ્યક્તિત્વ દેખાડે છે. ફિલ્મ હોય કે ન હોય, તું એક સ્ટાર છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું.’

entertainment news bollywood bollywood news hrithik roshan