૨૦ વર્ષના ભારતીય બેલી ડાન્સરને ત્રણ લાખની મદદ કરી હૃતિક રોશને

23 September, 2020 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ વર્ષના ભારતીય બેલી ડાન્સરને ત્રણ લાખની મદદ કરી હૃતિક રોશને

હૃતિક રોશન

હૃતિક રોશને ૨૦ વર્ષના એક ભારતીય બેલી ડાન્સરને તેનું સપનું પૂરું કરવા માટે ત્રણ લાખ રૂપિયાની મદદ કરી છે. આ વ્યક્તિ માટે ફન્ડ રેઇઝ કરવામાં આવી રહ્યું હતું અને એના પર હૃતિકની નજર પડી હતી. આ માટે પંદર લાખ રૂપિયા ભેગા કરવાના હતા જેમાં બાર લાખ રૂપિયા થઈ ગયા હતા. હૃતિકને આ વિશે જાણ થતાં જ તેણે તેની કંપની એચઆરએક્સ ફિલ્મ્સ દ્વારા ત્રણ લાખ રૂપિયાની મદદ કરી હતી. દિલ્હીના વિકાસપુરીમાં રહેતા ઈ-રિક્ષાચાલકનો ૨૦ વર્ષનો દીકરો કમલ સિંહ એક બેલી ડાન્સર છે. લંડનની જાણીતી ઇંગ્લિશ નૅશનલ બેલે સ્કૂલમાં ઍડ્મિશન મેળવનાર તે પહેલો ભારતીય છે. જોકે પૈસાની અછત હોવાથી તે તેનું સપનું પૂરું નહોતો કરી શકતો. જોકે હૃતિક તેની મદદે આવ્યો છે. કમલના શિક્ષક ફર્નાન્ડો ગુઇલેરાએ આ માટે હૃતિકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે પૈસા ડોનેટ થયા હોવાનો સ્ક્રીન શૉટ પણ શૅર કર્યો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips hrithik roshan