ઇન્ડિયાની પહેલી એરિયલ ઍક્શન ફિલ્મ હશે હૃતિક-દીપિકાની ‘ફાઇટર’

09 July, 2021 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને લેટેસ્ટ ટેક્નૉલૉજીના ઉપયોગથી બનાવવામાં આવશે અને એનું શૂટિંગ દુનિયાનાં ઘણાં લોકેશન પર શૂટ કરવામાં આવે છે

હૃતિક-દીપિકા

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ ઇન્ડિયાની પહેલી એરિયલ ઍક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને લેટેસ્ટ ટેક્નૉલૉજીના ઉપયોગથી બનાવવામાં આવશે અને એનું શૂટિંગ દુનિયાનાં ઘણાં લોકેશન પર શૂટ કરવામાં આવે છે. આ ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મ સાથે વાયકૉમ18ના સીઓઓ અજિત અંધારે પણ જોડાયા છે. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘મારા માટે ‘ફાઇટર’ ડ્રીમ પ્રોજેક્ટ છે અને મને ખુશી છે કે મારા વિઝનમાં અજિત પણ જોડાયો છે. આ ફિલ્મ દ્વારા અમે દુનિયાભરના ઍક્શન ફિલ્મ લવર્સ સુધી પહોંચવા માગીએ છીએ જેમને થિયેટર્સમાં અદ્ભુત ફિલ્મો જોવાનું પસંદ છે.’

વાયકૉમ સ્ટુડિયોઝ, મમતા આનંદ, રમોન ચિબ અને અન્કુ પાન્ડે દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં અજિતે કહ્યું હતું કે ‘એરિયલ ઍક્શન ફિલ્મ એક યુનિક સિનેમૅટિક એક્સ્પીરિયન્સ આપે છે. ઇન્ડિયામાં આવું પહેલાં ક્યારેય કરવામાં નથી આવ્યુ. હું ‘ટૉપ ગન’નો ફૅન છું અને વર્ષોથી હું આ પ્રકારની ફિલ્મને એક્સપ્લોર કરવા માટે રાહ જોઈ રહ્યો હતો જે ઇન્ડિયન સ્ટોરી હોય. એનો જવાબ ‘ફાઇટર’ છે. સિદ્ધાર્થ આ પ્રકારની ફિલ્મોને સારી રીતે સમજે છે અને તે એને પૂરતો ન્યાય આપશે. આ ફિલ્મની તેની સાથે ફ્રૅન્ચાઇઝી બનાવવા માટે હું ઉત્સુક છું.’

bollywood news hrithik roshan deepika padukone