War: હ્રિતિક અને ટાઇગરનું 'જય જય શિવશંકર' ગીત થયું રિલીઝ, જુઓ વીડિયો

21 September, 2019 01:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

War: હ્રિતિક અને ટાઇગરનું 'જય જય શિવશંકર' ગીત થયું રિલીઝ, જુઓ વીડિયો

જય જય શિવશંકર નવું ગીત રિલીઝ

આ સિવાય બન્નેએ આ ગીત પર ખૂબ જ ડાન્સ પણ કર્યો છે. દેશના સૌથી સારા એક્ટર ડાન્સર તરીકે પ્રખ્યાત હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફે આ હોળીના ગીત પર ડાન્સ કરવા માટે 3 અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરી હતી.

હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફ ભારતને સૌથી મોટા એક્શન સુપરસ્ટાર અને ડાન્સર ફિલ્મ વૉરમાં એક સાથે ડાન્સ કરતાં જોવા મળશે. આ ઘાતક જોડીનો આ ગીત નિશ્ચિત રૂપે ઘણાં સમય સુધી યાદ રાખવામાં આવશે.

વૉર ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે. આ હોળી ગીત 'જય જય શિવશંકર'ને ફિલ્માવવામાં પણ સારો એવો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થે કહ્યું, "ફિલ્મની શરૂઆત પછી હવે લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આપણા દેશના સૌથી સારા ડાન્સર અને એક્ટર હ્રિતિક અને ટાઇગરની ફિલ્મમાં કોઇ ખાસ ડાન્સ નંબર હશે કે નહીં. જ્યારે લોકોને એ ખબર પડી કે ભારતના સૌથી મોટા એક્શન હીરો પહેલી વાર એક ફિલ્મમાં આવે છે, તો તે પણ ફિલ્મમાં તેને 'વૉર' કરવા સિવાય એક સાથે ડાન્સ કરતાં જોવા માગે છે. આ આશા જ છે જેણે અમારા પર ફિલ્મમાં એક ધમાકેદાર ગીત રાખવાનું દબાણ બનાવ્યું છે. દરમિયાન અમે આ ગીત બનાવ્યું છે."

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

સિદ્ધાર્થ આનંદે પણ કહ્યું કે, "સૌથી પહેલા અમને એક સારા ડાન્સ ટ્રેકની જરૂર હતી. જેના પર બન્નેને એક સાથે ડાન્સ કરાવી શકાય. હ્રિતિક અને ટાઇગર પાસે ખૂબ જ સારા સારા અને હિટ ગીતો છે. હવે અમે આ બન્નેને પહેલીવાર એક સાથે લાવી રહ્યા છીએ અને તે માટે અમારા પર વધારે જવાબદારી હતી કે એવું ગીત બનાવીએ જે બ્લૉકબસ્ટર હોય. મેં વિશાલ અને શેખરને કહ્યું કે આ ફક્ત એક ગીત નહીં હોય, આ એક જવાબદારી છે. મને લાગે છે કે આ ઇશ્વરનો આશીર્વાદ છે જે અમે એવો ટ્રેક બનાવી શક્યા છીએ જે હકીકતે એક ગીત છે. તમારે એ સમજવા માટે તેને સાંભળવું પડશે."

hrithik roshan tiger shroff bollywood bollywood events bollywood gossips bollywood news