હ્રિતિક અને ટાઈગરની 'War' ફિલ્મનું આ ગીત ડાન્સ ફ્લોર પર લગાવશે આગ

20 September, 2019 05:07 PM IST  |  મુંબઈ

હ્રિતિક અને ટાઈગરની 'War' ફિલ્મનું આ ગીત ડાન્સ ફ્લોર પર લગાવશે આગ

હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ

બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને હ્રિતિક રોશનની ફિલ્મ 'વૉર'નું બીજુ ગીત આ શનિવારે એટલે 21 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. ગીતના બોલ રહેશે 'જય જય શિવ શંકર'. આમ તો ટાઈગર અને હ્રિતિકની વચ્ચે ઘણી વાતો કૉમન છે. બન્નેની ફિટ બૉડી, બન્ને એક્શન હીરો અને બન્નેનો ડાન્સ. ટાઈગર આ વાતનો ખુલાસો કરી ચૂક્યા છે કે તે હ્રિતિકના મોટા ફૅન છે. એવામાં ફિલ્મની રાહ તો ફૅન્સને છે જ, પરંતુ બન્નેને સાથે ડાન્સ કરતા જોઈને ચાહકોને ઘણો આનંદ આવવાનો છે.

ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, પોસ્ટરની સાથે જ ગીતના બોલ અને રિલીઝ ડેટની પણ જાણકારી આપવામાં આવી છે. યશરાજ બેનરે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટર શૅર કરતા લખ્યુ, હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ ડાન્સ ફ્લોર પર આગ લગાવવા માટે સાથે આવી રહ્યા છે. ટીમ હ્રિતિક અને ટીમ ટાઈગર તૈયાર થઈ જાઓ 'જય જય શિવ શંકર' સાથે ઝૂમવા માટે. આ પોસ્ટરમાં બન્ને સ્ટાર્સ હોળીના રંગમાં રંગાયેલા નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં લાગી રહ્યું છે કે ગીત એકદમ જોરદાર રહેશે.

આ પણ વાંચો : એક સમયે આવી હતી ફિલ્મોની ટિકિટ, ક્લાસિક ફિલ્મોની ક્લાસિક ટિકિટો

આ ફિલ્મમાં હ્રિતિક નેગેટિવ રોલમાં નજર આવશે અને ટાઈગર એના શિષ્યની ભૂમિકામાં દેખાશે. હ્રિતિક અને ટાઈગર સિવાય ફિલ્મમાં વાણી કપૂર પણ લીડ રોલમાં દેખાશે. જોકે એનું પાત્ર શું રહેશે એના પર હજી કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. 'વૉર' યશરાજ બેનરની મહત્વાકાંક્ષી ફિલ્મ છે, જે સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. સિદ્ધાર્થ આની પહેલા હ્રિતિક અને કેટરિનાને લઈને 'Bang Bang' બનાવી ચૂક્યા છે, જે ઘણી સફળ રહી હતી. 'વૉર' 2 ઑક્ટોબરે રિલીઝ થશે.

tiger shroff hrithik roshan bollywood news