રિલીઝના ત્રીજા દિવસે 'વૉર' ફિલ્મે બનાવ્યા 6 નવા રેકૉર્ડ...

05 October, 2019 04:46 PM IST  |  મુંબઈ

રિલીઝના ત્રીજા દિવસે 'વૉર' ફિલ્મે બનાવ્યા 6 નવા રેકૉર્ડ...

વૉર ફિલ્મનું પોસ્ટર

હ્રિતિક રોશન અને ટાઈગર શ્રૉફની ફિલ્મ વૉરનું શુક્રવારનું કલેક્શન જબરદસ્ત રહ્યું છે. ફિલ્મે ત્રીજા દિવસે જ 20 કરોડ રૂપિયાની કમાણી કરી અત્યાર સુધીમાં 100 કરોડની કમાણી કરી છે. સાથે જ ત્રીજા દિવસે ફિલ્મે 6 નવા રેકૉર્ડ બનાવ્યા છે. ફિલ્મના નામે હવે આ રેકૉર્ડ્સ છે.

1. પહેલા ત્રણ દિવસની કમાણીના હિસાબે 2019ની સૌથી મોટી ફિલ્મ.

2. ગાંધી જયંતી પર રિલીઝ થનારી ફિલ્મોમાંથી પહેલા ત્રણ દિવસોમાં વૉરની કમાણી સૌથી વધારે છે.

3. નવરાત્રીમાં રિલીઝ થનારી ફિલ્મોમાં પહેલા ત્રણ દિવસની કમાણીની રીતે સૌથી મોટી ફિલ્મ.

4. હ્રિતિક રોશનની સૌથી મોટી ઓપનિંગ પહેલા ત્રણ દિવસમાં.

5. ટાઈગર શ્રૉફની સૌથી મોટી ઓપનિંગ પહેલા ત્રણ દિવસમાં.

6. નિર્દેશક સિદ્ધાર્થની સૌથી મોટી ઓપનિંગ પહેલા ત્રણ દિવસમાં.

પહેલા ત્રણ દિવસનો હાલ
હ્રિતિક રોશન અને ટાઈગર શ્રૉફની વૉર ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા દિવસે ફિલ્મનો ટોટલ કલેક્શન 21 કરોડ થી 21 કરોડ 50 લાખ વચ્ચે રહ્યું છે. વૉર ફિલ્મે અત્યાર સુધીમાં હિન્દી બેલ્ટમાં ફિલ્મે 96 કરોડની કમાણી કરી છે. જ્યારે બીજી ભાષાઓમાં 4 કરોડનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મ કુલ 100 કરોડની કમાણી કરી ચુકી છે.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

દિવાળી સુધી સતત સારી કમાણીની આશા
આ વીકેન્ડ પર ફિલ્મ વૉરની કમાણી વધવાની આશા છે, કારણ કે તેના રિવ્યૂ સારા આવી રહ્યા છે અને માઉથ પબ્લિસિટી પણ ખૂબ જ મળી રહી છે. ફિલ્મની આ કમાણી દિવાળી સુધી યથાવત રહે તેવી આશા છે. ફિલ્મનું શૂટિંગ સાત દેશોમાં થયું છે. ફિલ્મમાં હ્રિતિક અને ટાઈગરની સાથે વાણી કપૂર અને આશુતોષ રાણા પણ મુખ્ય ભૂમિકામાં છે.

hrithik roshan tiger shroff