કેપ્ટન માર્વલે બોલીવુડને આપ્યો ધોબીપછાડ

12 March, 2019 05:55 PM IST  | 

કેપ્ટન માર્વલે બોલીવુડને આપ્યો ધોબીપછાડ

બોક્સ ઑફિસ કલેક્શન

બધી બોલીવુડ ફિલ્મોથી આગળ કેપ્ટન માર્વલ

ઘણા વખત પછી એવો અવસર આવ્યો કે, જ્યારે ભારતીય બોક્સ ઑફિસ પર કોઈ હોલીવુડ ફિલ્મ તહેલકો મચાવી રહી હોય. સુપર હીરો ફિલ્મ 'કેપ્ટન માર્વલ'એ ઓપનિંગ વીકએન્ડમાં બોલીવુડના છક્કા છોડાવી દીધા. કમાણી બાબતે 'કેપ્ટન માર્વલ'એ બધી બોલીવુડ ફિલ્મોથી આગળ નીકળી ગઈ છે. અહીં સુધી કે અમિતાભ બચ્ચનની બદલા પણ કેપ્ટન માર્વલ સામે ટકી શકી નહીં.

દર્શકોમાં ઉત્સુક્તા

કેપ્ટન માર્વલને લઈને ભારતીય દર્શકોમાં પહેલેથી જ ઘણી ઉત્સુક્તા હતી. આવતા મહિને રિલીઝ થતી મેગા ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ સાથે કેપ્ટન માર્વલનું કનેક્શન હોવાને લીધે ફિલ્મ સતત ચર્ચામાં રહી. વિશ્વભરના એવેન્જર્સ ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. 8 માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિને આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી ત્યારે દર્શકો આ ફિલ્મને જોવા તૂટી પડ્યા.

કેપ્ટન માર્વલનું કલેક્શન

ફિલ્મે પહેલા દિવસે 13.01 કરોડની કમાણી કરી, જ્યારે શનિવારે રૂપિયા 14.10 કરોડ અને રવિવારે કલેક્શન્સની સંખ્યામાં થોડો ઘટાડો છતાં 13.60 કરોડ મેળવ્યા. આ સાથે જ હૉલીવુડ મેગા ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં રૂ. 40.71 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો : કલંક ટીઝર : સંબંધો, પ્રેમ અને બરબાદીની ઐતિહાસિક ઘટના, ખરેખર આશ્ચર્યજનક છે આ કલંક

કેપ્ટન માર્વલે આપ્યો બોલીવુડ ફિલ્મોને આપી જબરી કોમ્પિટીશન

કેપ્ટન માર્વલ સામે બોલીવુડની કોઈપણ ફિલ્મ ટકી શકી નહીં. આ સાથે જ રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂની બદલાએ ઓપનિંગ વીકએન્ડમાં માત્ર 23 કરોડ જ કલેક્શન કર્યું, જ્યારે લુકા છુપી (બીજું વીકએન્ડ) રૂપિયા 13.66 કરોડ જ કલેક્શન કરી શકી. તો અજય દેવગનની ટોટલ ધમાલ (ત્રીજું વીકએન્ડ) રૂપિયા 8.41 કરોડનું કલેક્શન કરી શકી.

bollywood hollywood news bollywood news bollywood events amitabh bachchan taapsee pannu