હિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી

27 February, 2021 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીને ‘હિટલિસ્ટ ઓટીટી અવૉર્ડ્સ’માં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે. તેણે ‘સ્કૅમ ૧૯૯૨’માં કામ કર્યું હતું. ‘મિડ-ડે’ અને ‘રેડિયો સિટી’ દ્વારા મળીને ‘હિટલિસ્ટ ઓટીટી અવૉર્ડ્સ’ની બીજી એડિશન રજૂ કરવામાં આવી હતી. આ અવૉર્ડમાં બેસ્ટ સિરીઝનો અવૉર્ડ પણ ‘સ્કૅમ ૧૯૯૨’ને મળ્યો છે. તેમ જ બેસ્ટ ઍક્ટર મેલનો અવૉર્ડ પ્રતીક ગાંધીને મળ્યો છે. આ અવૉર્ડ સાથેનો ફોટો શૅર કરીને પ્રતીક ગાંધીએ કૅપ્શન આપી હતી કે ‘મને એવું ફીલ થઈ રહ્યું છે કે દર્શકો દ્વારા મને ખૂબ જ ટાઇટ હગ આપવામાં આવ્યું છે. આ સન્માન માટે હું ‘મિડ-ડે’ અને ‘રેડિયો સિટી’નો આભાર માનું છું. શો ‘સ્કૅમ ૧૯૯૨’ને મળેલા પ્રેમ અને સપોર્ટ માટે હું દરેકનો આભાર માનું છું. ફરીથી કહું છું કે આ એક ટીમનું સ્કૅમ હતું જેનાથી અમે અહીં પહોંચ્યા છીએ. આ અમારી દરેકની જીત છે.’

કોને મળ્યો કયો અવૉર્ડ?

બેસ્ટ સિરીઝ : સ્કૅમ ૧૯૯૨ (સોની લિવ)

બેસ્ટ સિરીઝ (રોમૅન્સ / કૉમેડી) : મિસમૅચ્ડ (નેટફ્લિક્સ)

બેસ્ટ સિરીઝ (ડ્રામા) : સ્કૅમ ૧૯૯૨ (સોની લિવ)

બેસ્ટ ડાયરેક્ટ-ટુ-વેબ ફિલ્મ (હિન્દી) : સિરિયસ મૅન (નેટફ્લિક્સ)

બેસ્ટ ડાયરેક્ટ-ટુ-વેબ ફિલ્મ (અન્ય ભાષા) : સૂરરરાઇ પોટ્રુ (ઍમેઝૉન પ્રાઇમ વિડિયો)

બેસ્ટ ઍક્ટર - સિરીઝ (મેલ) : પ્રતીક ગાંધી (સ્કૅમ ૧૯૯૨)

બેસ્ટ ઍક્ટર - સિરીઝ (ફીમેલ) : શ્રેયા ધન્વંતરી (સ્કૅમ ૧૯૯૨)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર - સિરીઝ (મેલ) : બરુન સોબતી (અસુર)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર - સિરીઝ (ફીમેલ) : અનુપ્રિયા ગોએન્કા (ક્રિમિનલ જસ્ટિસ 2)

બેસ્ટ ઍક્ટર - ફિલ્મ (મેલ) : કુનાલ ખેમુ (લૂટકેસ)

બેસ્ટ ઍક્ટર - ફિલ્મ (ફીમેલ) : જાહ્નવી કપૂર (ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર - ફિલ્મ (મેલ) : પંકજ ત્રિપાઠી (ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર - ફિલ્મ (ફીમેલ) : ઇન્દિરા તિવારી (સિરિયસ મૅન)

બેસ્ટ એસેમ્બલ કાસ્ટ (સિરીઝ) : સ્કૅમ ૧૯૯૨ (સોની લિવ)

બેસ્ટ સિરીઝ - નૉન-ફિક્શન : ધ ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ (નેટફ્લિક્સ)

બેસ્ટ વેબ પ્લૅટફૉર્મ (યુઝર એક્સ્પીરિયન્સ) : ઍમેઝૉન પ્રાઇમ વિડિયો

entertainment news bollywood bollywood news Pratik Gandhi