16 વર્ષની ઉંમરમાં સલમાન ખાને હિમેશ રેશમિયાને કર્યો હતો સાઇન, જાણો ઘટના

29 September, 2019 04:55 PM IST  |  મુંબઈ ડેસ્ક

16 વર્ષની ઉંમરમાં સલમાન ખાને હિમેશ રેશમિયાને કર્યો હતો સાઇન, જાણો ઘટના

હિમેશ રેશમિયા

સિંગર હિમેશ રેશમિયાએ શનિવારે માઇન્ડરૉક્સ 2019માં એન્ટ્રી કરી. અહીં માઇન્ડરૉક્સમાં હિમેશે પોતાની અપકમિંગ ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ગીત તેરી-મેરી કહાની ગાયું હતું. હિમેશે પોતાના ગીતથી માઇન્ડરૉક્સમાં માહોલ બનાવ્યો હતો. સાથે જ હિમેશે પોતાના જીવનના અનુભવો વિશે જણાવ્યું. માઇન્ડરૉક્સમાં હિમેશે 16 વર્ષની ઉંમરમાં સલમાન ખાનને સાઇન કરવાનો કિસ્સો પણ શૅર કર્યો.

આ બાબતે હિમેશે કહ્યું કે, "હા 16 નહીં તે વખતે હું લગભગ 13-14 વર્ષનો હતો. ત્યારે મારા પિતાએ તેને સાઇન કર્યો હતો. પણ તે ફિલ્મ બની શકી નહીં. ફિલ્મનું નામ હતું યુવા. તેમણે તે ગીતો સાંભળ્યા હતા જે મેં તે વખતે કમ્પૉઝ કર્યા હતા. તે ગીતે તેમને ખૂબ જ ગમ્યા હતા. તો તેમણે મને વાયદો કર્યો હતો કે તે મને સાઇન કરશે અને તે વાયદાના પાક્કા છે."

"હું સીરિયલ પ્રૉડક્શનમાં ગયો. અને સૌભાગ્યથી મારું સીરિયલ પ્રૉડક્શન ખૂબ જ મોટું થઈ ગયું. હું ખૂબ જ વ્યસ્ત હતો. સીરિયલ્સથી પૈસા કમાઈ રહ્યો હતો. તેના ગીતો મેં ટાઇટલ સૉન્ગ્સ કર્યા હતા. જે આગળ જતાં હમરાઝમાં પણ ઉપયોગમાં લેવાયા. તો ક્યાંક ને ક્યાંક મારી મહેનત વ્યર્થ ગઈ નહીં. અને આ દરમિયાન જ સલમાન મારી પાસે આવ્યા."

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

કેવી રીતે તૈયાર થઈ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ની ટ્યૂન
હિમેશે કહ્યું કે, "સલમાને આવીને મને કહ્યું કે તે પ્યાર કિયા તો ડરના ક્યા માં કેટલીક ટ્યૂન્સનો ઉપયોગ કરવા માગે છે. તો તેની માટે ચેલેન્જ હતું કે નૌશાદ સાહબનું પ્યાર કિયા તો ડરના ક્યા ખૂબ જ મોટી હિટ હતી. તે ટ્યૂન પર ટાઇટલ સૉન્ગ બનાવવું ખૂબ જ મુશ્કેલ હતું. લોકોના મગજમાંથી જૂનું કાઢીને નવું નાખવું ખૂબ જ મુશ્કેલ હતું. તો તે વખતે અમારી પાસે એક ટ્યૂન હતી ઓઢની ચુનરિયા તો આના પર આ ફ્રેઝ બન્યું. આ બધું જ મારા પિતાને કારણે શક્ય થયું. તેમણે મને બધું જ શીખવાડ્યું અને તેથી જ મને આ બધું મળ્યું"

himesh reshammiya Salman Khan bollywood bollywood news bollywood gossips