ઇટલીનાં કિડ્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવશે હીચકી

01 July, 2019 10:14 AM IST  |  મુંબઈ

ઇટલીનાં કિડ્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવશે હીચકી

ઇટલીમાં આયોજિત ગિફની ફિલ્મ ફેસ્ટિવલમાં રાની મુખરજીની ‘હીચકી’ને દેખાડવામાં આવશે. ૧૯ જુલાઈથી શરૂ થનારો આ ફેસ્ટિવલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે પ્રખ્યાત છે. રાની મુખરજી આ ફિલ્મમાં એક એવા ટીચરની ભૂમિકામાં જોવા મળી હતી, જે સુવિધાનાં અભાવમાં રહેતાં બાળકોનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કામ કરે છે. જોકે તે પોતે ટૉરેટ સિન્ડ્રોમથી પિડાતી હોય છે. આ એક એવી બિમારી છે જે બાળપણથી શરૂ થાય છે. એનાથી પિડીતને પોતાની જાત પર નિયંત્રણ નથી રહેતું. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. ફિલ્મે વર્લ્ડવાઇડ ૨૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ વિશે ફિલ્મનાં પ્રોડ્યુસર મનીષ શર્માએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘હીચકી’ એક ક્લાસીક અન્ડરડૉગ સ્ટોરી છે. ફિલ્મે વિશ્વનાં દર્શકો પર અમીટ છાપ છોડી છે.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

આ એક યુનિવર્સલ સ્ટોરી છે જે પ્રેરણાં આપવાની સાથે જ હૃદયને સ્પર્શી જાય છે. ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મની પસંદગી થવી એ ચોક્કસ વયનાં બાળકો પર સકારાત્મક અસર પાડશે. ‘હીચકી’ એવી ફિલ્મોમાંની એક છે જેણે વિશ્વ સ્તર પર ભારતને ગર્વ અપાવ્યુ હોય. આ ફિલ્મ વધુમાં વધુ લોકોને દેખાડવી એ જ અમારો ઉદ્દેશ છે.’

rani mukerji hichki bollywood entertaintment