મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

Updated: Jun 30, 2019, 18:48 IST | Bhavin
 • 'પ્રેમજી - રાઈઝ ઓફ અ વૉરિયર'માં પ્રેમજીનું પાત્ર ભજવનાર મેહુલ સોલંકી મૂળ અમદાવાદના છે અને વર્ષોથી અમદાવાદના ચાંદકેડા વિસ્તારમાં રહે છે. જો કે તેમનું વતન ગાંધીનગરના રૂપાલ પાસે આવેલું સરઢવ ગામ છે.

  'પ્રેમજી - રાઈઝ ઓફ અ વૉરિયર'માં પ્રેમજીનું પાત્ર ભજવનાર મેહુલ સોલંકી મૂળ અમદાવાદના છે અને વર્ષોથી અમદાવાદના ચાંદકેડા વિસ્તારમાં રહે છે. જો કે તેમનું વતન ગાંધીનગરના રૂપાલ પાસે આવેલું સરઢવ ગામ છે.

  1/15
 • મેહુલ સોલંકીએ પ્રાઈમરી એજ્યુકેશન મણિકૃપા પ્રાથમિક શાળામાંથી મેળવ્યું ,તો હાયર સેકન્ડરીનો અભ્યાસ મણિપ્રભુ હાઈસ્કૂલમાંથી કર્યો છે. અને ગ્રેજ્યુએશન આશ્રમ રોડ પર આવેલી એચ. કે. આર્ટસ કોલેજમાંથી કર્યું છે. તેમણે ઈન્ડિયન કલ્ચર, સોશિયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.  

  મેહુલ સોલંકીએ પ્રાઈમરી એજ્યુકેશન મણિકૃપા પ્રાથમિક શાળામાંથી મેળવ્યું ,તો હાયર સેકન્ડરીનો અભ્યાસ મણિપ્રભુ હાઈસ્કૂલમાંથી કર્યો છે. અને ગ્રેજ્યુએશન આશ્રમ રોડ પર આવેલી એચ. કે. આર્ટસ કોલેજમાંથી કર્યું છે. તેમણે ઈન્ડિયન કલ્ચર, સોશિયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

   

  2/15
 • મેહુલ સોલંકીએ એક્ટિંગની શરૂઆત એચ. કે. કોલેજમાં ગ્રેજ્યુએશન દરમિયાન કરી હતી. એક્ટિંગ વિશે વાત કરતા મેહુલ કહે છે કે 12મા ધોરણમાં ભણતા હતા ત્યારે સોસાયટીમાં સ્ટેજ બનાવીને મોડર્ન રામાયણ કર્યું. બસ ત્યારે ખૂબ જ મજા આવી ગઈ. આ મારી પહેલી એક્ટિંગ હતી.

  મેહુલ સોલંકીએ એક્ટિંગની શરૂઆત એચ. કે. કોલેજમાં ગ્રેજ્યુએશન દરમિયાન કરી હતી. એક્ટિંગ વિશે વાત કરતા મેહુલ કહે છે કે 12મા ધોરણમાં ભણતા હતા ત્યારે સોસાયટીમાં સ્ટેજ બનાવીને મોડર્ન રામાયણ કર્યું. બસ ત્યારે ખૂબ જ મજા આવી ગઈ. આ મારી પહેલી એક્ટિંગ હતી.

  3/15
 • વધુ વાત કરતા મેહુલ કહે છે કે ભણવામાં હું એવરેજ હતો. અને મને નાટકમાં રસ પડ્યો. મારે કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યારે મારા કાા ગિરીશ પરમાર એચ. કે.માં જ અભ્યાસ કરતા હતા. તે ઘરે આવ્યા અને એચ. કે. કોલેજમાં નાટકનું રિહર્સલ જોવા લઈ ગયા. તે સમયે સૌમ્ય જોશી એચ. કે. માં રિહર્સલ કરાવતા હતા. મને એ માહોલમાં ખૂબ જ મજા પડી ગઈ.


  વધુ વાત કરતા મેહુલ કહે છે કે ભણવામાં હું એવરેજ હતો. અને મને નાટકમાં રસ પડ્યો. મારે કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યારે મારા કાા ગિરીશ પરમાર એચ. કે.માં જ અભ્યાસ કરતા હતા. તે ઘરે આવ્યા અને એચ. કે. કોલેજમાં નાટકનું રિહર્સલ જોવા લઈ ગયા. તે સમયે સૌમ્ય જોશી એચ. કે. માં રિહર્સલ કરાવતા હતા. મને એ માહોલમાં ખૂબ જ મજા પડી ગઈ.

  4/15
 • મેહુલ સોલંકી કહે છે કે બસ પછી તો નાટક કરવા માટે જ એચ. કે. આર્ટસમાં એડમિશન લીધું અને પહેલા જ વર્ષથી એક્ટિંગ કરવાની શરૂઆત કરી. 

  મેહુલ સોલંકી કહે છે કે બસ પછી તો નાટક કરવા માટે જ એચ. કે. આર્ટસમાં એડમિશન લીધું અને પહેલા જ વર્ષથી એક્ટિંગ કરવાની શરૂઆત કરી. 

  5/15
 • ગ્રેજ્યુએશન દરમિયાન 'નજર નજરની વાતમાં' નાટકમાં લીડ રોલ કર્યો, જેને INTમાં બેસ્ટ ડ્રામાનો એવોર્ડ મળ્યો. સાથે જ એક્ટિંગ આગળ વધતી રહી. સૌમ્ય જોશીના નાટક 'આઠમા તારાના આકાશ'માં નાનકડો રોલ મળ્યો. 

  ગ્રેજ્યુએશન દરમિયાન 'નજર નજરની વાતમાં' નાટકમાં લીડ રોલ કર્યો, જેને INTમાં બેસ્ટ ડ્રામાનો એવોર્ડ મળ્યો. સાથે જ એક્ટિંગ આગળ વધતી રહી. સૌમ્ય જોશીના નાટક 'આઠમા તારાના આકાશ'માં નાનકડો રોલ મળ્યો. 

  6/15
 • પછી ટીવાય પુરુ થયું એટલે ગુજરાતી સિરીયલોમાં એક્ટિંગ કરી. સંદીપ પટેલ, દીપક બાવસ્કર સાથે પણ મેહુલ સોલંકી એક્ટિંગ કરી ચૂક્યા છે.

  પછી ટીવાય પુરુ થયું એટલે ગુજરાતી સિરીયલોમાં એક્ટિંગ કરી. સંદીપ પટેલ, દીપક બાવસ્કર સાથે પણ મેહુલ સોલંકી એક્ટિંગ કરી ચૂક્યા છે.

  7/15
 • વિજયગિરી બાવા વિશે વાત કરતા મેહુલ સોલંકી કહે છે કે વિજયગીરી બાવા ડોક્ટરની ડાયરીમાં સંદીપ પટેલને આસિસ્ટ કરતા હતા. આ સિરીયલમાં મને એમણે જ કાસ્ટ કર્યો હતો. ત્યારથી અમારી ઓળખાણ છે. બસ પછી તો સંદીપ પટેલ સાથે 'સગપણ એક ઉખાણું', 'મોટી બા' જેવી સિરીયલો કરી.

  વિજયગિરી બાવા વિશે વાત કરતા મેહુલ સોલંકી કહે છે કે વિજયગીરી બાવા ડોક્ટરની ડાયરીમાં સંદીપ પટેલને આસિસ્ટ કરતા હતા. આ સિરીયલમાં મને એમણે જ કાસ્ટ કર્યો હતો. ત્યારથી અમારી ઓળખાણ છે. બસ પછી તો સંદીપ પટેલ સાથે 'સગપણ એક ઉખાણું', 'મોટી બા' જેવી સિરીયલો કરી.

  8/15
 • આ દરમિયાન ગ્રાફિક ડિઝાઈનર તરીકે જોબ પણ ચાલુ હતી. અઢી વર્ષ સુધી નોકરી કરી. આ દરમિયાન કાકા ગિરીશ પરમારના નાટક 'મુઠ્ઠી ભરીને જિંદગી'માં તેમને લીડ રોલ ઓફર થયો. આ નાટક વિપુલ શાહ અને ચેતન ગાંધીએ પ્રોડ્યુસ કર્યું હતું. આ નાટકમાં મેહુલ સોલંકીએ 22 વર્ષની ઉંમરે 55 વર્ષના પિતાનો રોલ કર્યો હતો. 

  આ દરમિયાન ગ્રાફિક ડિઝાઈનર તરીકે જોબ પણ ચાલુ હતી. અઢી વર્ષ સુધી નોકરી કરી. આ દરમિયાન કાકા ગિરીશ પરમારના નાટક 'મુઠ્ઠી ભરીને જિંદગી'માં તેમને લીડ રોલ ઓફર થયો. આ નાટક વિપુલ શાહ અને ચેતન ગાંધીએ પ્રોડ્યુસ કર્યું હતું. આ નાટકમાં મેહુલ સોલંકીએ 22 વર્ષની ઉંમરે 55 વર્ષના પિતાનો રોલ કર્યો હતો. 

  9/15
 • બાદમાં મેહુલ સોલંકીએ મુંબઈની રાહ પકડી. મુંબઈમાં નાના મોટા કામ કર્યા, પણ મજા ન આવી. આ જ દરમિયાન તેઓ દિવાળી વેકેશન કરવા અમદાવાદ આવ્યા. ત્યારે તેમને મિહીર ભૂતા લિખીત કલાપીની જિંદગી પરના નાટક 'હ્રદય ત્રિપુટી'માં કલાપીનો રોલ મળ્યો હતો. આ નાટકમાં મૌલિક નાયક કલાપીના નજીકના વ્યક્તિ 'ગાભા'નો રોલ કરતા હતા.

  બાદમાં મેહુલ સોલંકીએ મુંબઈની રાહ પકડી. મુંબઈમાં નાના મોટા કામ કર્યા, પણ મજા ન આવી. આ જ દરમિયાન તેઓ દિવાળી વેકેશન કરવા અમદાવાદ આવ્યા. ત્યારે તેમને મિહીર ભૂતા લિખીત કલાપીની જિંદગી પરના નાટક 'હ્રદય ત્રિપુટી'માં કલાપીનો રોલ મળ્યો હતો. આ નાટકમાં મૌલિક નાયક કલાપીના નજીકના વ્યક્તિ 'ગાભા'નો રોલ કરતા હતા.

  10/15
 • આ નાટક બાદ મેહુલ સોલંકીએ વિજયગિરી બાવાની જ શોર્ટ ફિલ્મ 'એટ 40'માં કામ કર્યું, જેમાં પૌરવી જોશી લીડ રોલમાં હતા. આ જ દરમિયાન પ્રેમજીની તૈયારી પણ ચાલતી હતી.

  આ નાટક બાદ મેહુલ સોલંકીએ વિજયગિરી બાવાની જ શોર્ટ ફિલ્મ 'એટ 40'માં કામ કર્યું, જેમાં પૌરવી જોશી લીડ રોલમાં હતા. આ જ દરમિયાન પ્રેમજીની તૈયારી પણ ચાલતી હતી.

  11/15
 • મેહુલ સોલંકી કહે છે કે,'એક દિવસ રાત્રે વિજયે મને ફોન કરીને કહ્યું કે તું પ્રેમજી કરીશ ?' અને બસ આ રીતે પ્રેમજી મળી. અમે કરી.  

  મેહુલ સોલંકી કહે છે કે,'એક દિવસ રાત્રે વિજયે મને ફોન કરીને કહ્યું કે તું પ્રેમજી કરીશ ?' અને બસ આ રીતે પ્રેમજી મળી. અમે કરી.

   

  12/15
 • હવે પ્રેમજી ધ રાઈઝ ઓફ અ વોરિયરના ત્રણ વર્ષ બાદ મોન્ટુની બિટ્ટુમાં ફરી આ ટીમ સાથે કામ કરી રહી છે. 

  હવે પ્રેમજી ધ રાઈઝ ઓફ અ વોરિયરના ત્રણ વર્ષ બાદ મોન્ટુની બિટ્ટુમાં ફરી આ ટીમ સાથે કામ કરી રહી છે. 

  13/15
 • પ્રેમજીમાં એક અંડરકોન્ફિડન્ટ યુવકની ભૂમિકા ભજવનાર મેહુલ સોલંકી મોન્ટુની બિટ્ટુમાં સાવ જુદા જ અવતારમાં દેખાવાના છે.

  પ્રેમજીમાં એક અંડરકોન્ફિડન્ટ યુવકની ભૂમિકા ભજવનાર મેહુલ સોલંકી મોન્ટુની બિટ્ટુમાં સાવ જુદા જ અવતારમાં દેખાવાના છે.

  14/15
 • રસપ્રદ વાત એ પણ છે કે મોન્ટુની બિટ્ટુ વિજયગિરી બાવા જ ડિરેક્ટ કરી રહ્યા છે. અને તેમાં મેહુલ સોલંકીની સાથે મૌલિક જગદીશ નાયક અને આરોહી પટેલ સાથે દેખાશે.

  રસપ્રદ વાત એ પણ છે કે મોન્ટુની બિટ્ટુ વિજયગિરી બાવા જ ડિરેક્ટ કરી રહ્યા છે. અને તેમાં મેહુલ સોલંકીની સાથે મૌલિક જગદીશ નાયક અને આરોહી પટેલ સાથે દેખાશે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

'પ્રેમજી - રાઈઝ ઓફ અ વૉરિયર'થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરનાર મેહુલ સોલંકી વિજયગિરી બાવાની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં દેખાવાના છે. પોતાની પહેલી જ ફિલ્મમાં મેહુલ સોલંકીની એક્ટિંગ ખૂબ જ વખણાઈ હતી. આ ઉપરાંત મેહુલ સોલંકીને પહેલી જ ફિલ્મ પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર માટે રાજ્ય સરકારનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે તેમની આગામી ફિલ્મ પહેલા વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો (Image Courtesy: Mehul Solanki Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK