પ્રખ્યાત ડાન્સર સુનીલ કોઠારીના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું હેમા માલિનીએ

29 December, 2020 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રખ્યાત ડાન્સર સુનીલ કોઠારીના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું હેમા માલિનીએ

પ્રખ્યાત ડાન્સર સુનીલ કોઠારીના નિધન પર હેમા માલિનીએ શોક વ્યક્ત કર્યો છે. તેમને કાર્ડિઍક અરેસ્ટ આવતાં ૮૭ વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમને યાદ કરતાં ટ્વિટર પર હેમા માલિનીએ ટ્વીટ કર્યું હતું, ‘પ્રસિદ્ધ ડાન્સ ક્રિટિક સુનીલ કોઠારીનું અવસાન થયું છે. મારી કરીઅરની શરૂઆતમાં તેમણે મને પ્રોત્સાહન આપ્યું હતું. કળા પ્રત્યે તેમની દીવાનગી અતૂટ હતી. એક સ્પેશ્યલ વ્યક્તિ જેમને ક્લાસિકલ ડાન્સમાં અતિશય રુચિ હતી અને તેઓ યુવા ડાન્સર્સને પ્રોત્સાહન આપતા હતા. સુનીલજી, તમારી ખરેખર ખૂબ યાદ આવશે.’

entertainment news bollywood bollywood news hema malini