અદિતિ રાવ હૈદરીને એક દિવસ ભૂખી કેમ રાખેલી સંજય લીલા ભણસાલીએ?

02 May, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સ પર ગઈ કાલે રિલીઝ થયેલી આઠ એપિસોડની સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં તેણે બિબોજાનનું પાત્ર ભજવ્યું છે.

સંજય લીલા ભણસાલી , અદિતી રાવ હૈદરી

સંજય લીલા ભણસાલીએ એક દૃશ્ય માટે અદિતિ રાવ હૈદરીને ભૂખી રાખી હતી. નેટફ્લિક્સ પર ગઈ કાલે રિલીઝ થયેલી આઠ એપિસોડની સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં તેણે બિબોજાનનું પાત્ર ભજવ્યું છે. આ શો વિશે વાત કરતાં અદિતિ કહે છે, ‘લોકો ઍક્ટરને એક અલગ નજરે જુએ છે. તે ખૂબ જ નાજુક છે, હવાથી ઊડી જશે એવું પણ કહેતા હોય છે. જોકે સંજય લીલા ભણસાલી વ્યક્તિને અલગ નજરે જુએ છે. એક દિવસ તેમણે મને ભૂખી રાખી હતી, કારણ કે મારે ખૂબ જ જુસ્સાથી ભરેલું દૃશ્ય કરવાનું હતું. તેમણે કહ્યું હતું કે આજ ખાના મત ખાના. એ નિર્ણયને લીધે મને એ દૃશ્યમાં મારી સાથે થતા અન્યાયને સમજવામાં ખૂબ જ મદદ મળી હતી. સંજય લીલા ભણસાલી તેમના કામને લઈને ખૂબ જ પૅશનેટ છે. સિનેમાના આર્ટની દરેક બાબત સાથે તેમને ખૂબ જ પ્રેમ છે. હું એટલું કહીશ કે તમે જ્યારે તેમના સેટ પર હો ત્યારે એક ઍક્ટર તરીકે પોતાની જાતને સમર્પિત કરવી પડે છે.’

aditi rao hydari sanjay leela bhansali heeramandi entertainment news bollywood buzz bollywood news bollywood netflix