તમે જોયા રણવીર સિંહને ધોની જેવી હેરસ્ટાઈલમાં!

12 July, 2019 12:26 PM IST  |  મુંબઈ

તમે જોયા રણવીર સિંહને ધોની જેવી હેરસ્ટાઈલમાં!

તમે જોયા રણવીર સિંહને ધોની જેવી હેરસ્ટાઈલમાં!

દર બીજા દિવસે કોઈને કોઈ બોલીવુડ સેલેબની જૂની તસવીરો સામે આવે છે. જેમાંથી કેટલીક તો એવી હોય છે તેમાં તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. આજકાલ રણવીર સિંહની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેની દોસ્ત સાથે લાંબા વાળમાં જોવા મળી રહ્યા છે. ફોટોમાં રણવીરની સાથે તેની મિત્ર અને વીડે પિયા ત્રિવેદી નજર આવી રહી છે. રણવીર પિયાને ભેટીને ઉભા છે. તેમાં સૌથી અલગ વાત છે તેનો લૂક. રણવીર ધોની જેવા લાંબા વાળમાં નજર આવી રહ્યા છે. અને તેઓ ક્લીન શેવમાં પણ છે.


ફેશનને લઈને રણવીર સિંહ બધાથી અલગ તરી આવે છે. તેમનો દરેક લૂક ચર્ચાનો વિષય બને છે. ક્યારેક તેમના વિચિત્ર કપડાની મજાક પણ કરવામાં આવે છે. જો કે તેનાથી તેને કોઈ ફેર નહીં પડતો. જે તેનું દિલ કહે છે તે પહેરી લે છે.

આ પહેલા રણવીર સિંહે અક્ષય કુમાર સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યા હતો. જેમાં તેના હેરકટની ખૂબ ચર્ચા થઈ હતી. રણવીરે આ ફોટોને પોતાનું ફેનબોય મોમેન્ટ બતાવ્યું હતું. તેના જૂના ફોટોસને જોઈને લાગે કે તે બાળપણથી જ પોતાના લૂક્સ સાથે પ્રયોગ કરતા રહે છે.

આ પણ વાંચોઃ જુઓ 'ગલી બૉય' રણવીર સિંહના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ

હાલ રણવીર કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 83માં નજર આવશે. જેમાં તેઓ કપિલ દેવની ભૂમિકા નિભાવશે. જેના માટે તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે.

ranveer singh ms dhoni