હર્ષદીપને ત્યાં આવ્યો જુનિયર સિંહ

04 March, 2021 11:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

હર્ષદીપને ત્યાં આવ્યો જુનિયર સિંહ

હર્ષદીપને ત્યાં આવ્યો જુનિયર સિંહ

સિંગર હર્ષદીપ કૌરે દીકરાને જન્મ આપ્યો છે અને તેને જુનિયર સિંહ કહીને ખુશી વ્યક્ત કરી છે. હર્ષદીપે ૨૦૧૫ની ૨૦ માર્ચે પોતાના બાળપણના ફ્રેન્ડ મનકિત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. આ તેમનું પહેલું બાળક છે. હર્ષદીપ કૌરે પ્રેગ્નન્ટ હોવાની માહિતી સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. બીજી માર્ચે હર્ષદીપે દીકરાને જન્મ આપ્યો છે. તેમણે દીકરાની ઝલક નથી દેખાડી, માત્ર આ ગુડ ન્યુઝ શૅર કર્યા છે. તેણે હસબન્ડ સાથેનો એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં મનકિતના હાથમાં બેબીનું નાનકડું ટી-શર્ટ છે અને ફોટો પર લખ્યું છે ‘ઇટ્સ અ બૉય.’ આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હર્ષદીપે કૅપ્શન આપી હતી કે ‘એક નાનકડું સ્વર્ગ હાલમાં જ ધરતી પર ઊતરી આવ્યું છે અને તેણે અમને મમ્મી-ડૅડી બનાવ્યાં છે. અમારો જુનિયર ‘સિંહ’ આવ્યો છે. એથી અમે અતિશય ખુશ છીએ.’

bollywood bollywood news bollywood ssips