હરિશ્ચંદ્ર મીણા, તમારી ક્વીન સામે ઝૂકીને રહો: કંગના રનોટ

07 February, 2021 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરિશ્ચંદ્ર મીણા, તમારી ક્વીન સામે ઝૂકીને રહો: કંગના રનોટ

હરિશ્ચંદ્ર મીણા

કંગના રનોટે રાજસ્થાનના ભૂતપૂર્વ સંસદસભ્ય અને વિધાનસભ્ય હરિશ્ચંદ્ર મીણાને સોશ્યલ મીડિયામાં ખરી-ખોટી સંભળાવી છે. દરેક વિષય પર સોશ્યલ મીડિયામાં કંગના બિન્દાસ પોતાના અભિપ્રાય આપી રહી છે. હાલમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતો-આંદોલનને કારણે તેણે વિરોધ-પ્રદર્શન અને તેમની મન્શા પર જ અનેક સવાલ ઊભા કર્યા હતા. આ જ કારણસર અનેક લોકો કંગનાની વિરુદ્ધ છે. કંગના પર કટાક્ષ કરતાં ટ્વિટર પર કૉન્ગ્રેસના હરિશ્ચંદ્ર મીણાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારે એ જાણવાનું કુતૂહલ છે કે કંગનાની યોગ્યતા શું છે કે તે દરેક વિષય પર કમેન્ટ કરે છે અથવા તો શું તે સોશ્યલ મીડિયાના પાવરનો મોહરો છે. મારે તેની ઍકૅડેમિક-પૉલિટિકલ લાયકાત જાણવી છે.’

એમએલએ હરિશ્ચંદ્ર મીણાને રિપ્લાય આપતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું, ‘મારી યોગ્યતા... હા, હા, વાસ્તવમાં તો મારું માનવું છે કે હું ઍવરેજ વ્યક્તિ છું, પરંતુ સોશ્યલ મીડિયામાં જેટલા પણ મૂરખ ભર્યા છે એ બધાની સરખામણીએ તો હું જ બેસ્ટ છું. એથી તમારી આ ક્વીન સામે નમીને રહો.’

entertainment news bollywood bollywood news kangana ranaut