Happy Birthday: દબંગ ગર્લ સોનાક્ષીની બાળપણની આ તસવીરો જોઈ છે?

02 June, 2020 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Happy Birthday: દબંગ ગર્લ સોનાક્ષીની બાળપણની આ તસવીરો જોઈ છે?

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

દબંગ ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો આજે 32મો જન્મદિવસ છે અને લૉકડાઉનમાં અભિનેત્રી સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરી રહી છે ત્યારે આવો જોઈએ તેની બાળપણની કેટલીક તસવીરો, જેમાં સોનાક્ષીને ઓળખવી પણ મુશ્કેલ છે.

સોનાક્ષીના ઈન્સ્ટાગ્રામ પર 18.7 મિલિયન ફોલોઅર્સ છે. તે સતત સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હોય છે અને ફેન્સ સાથે ફોટો અને વીડિયો શૅર કરતી હોય છે.

અભિનેત્રીએ બાળપણની તસવીરોનો કૉલાજ બનાવીને કેપ્શન આપ્યું હતું કે, કેટલીક વસ્તુઓ બદલાતી નથી અને એ છે મારા ગાલ. સાથે જ હૅશટેગ આપ્યું હતું #BlastFromThePast

સોનાક્ષી જ્યારે બીજા ધોરણમાં હતી ત્યારનો ક્લાસ ફોટો શેર કરીને તેણે લખ્યું હતું કે, આ ફોટોમાં તમે મને ઓળખી શકો છો? જો શોધી શકો તો હિન્ટ છે, આમાં હું ગ્રેમલિન જેવી લાગું છું.

પિતા શત્રુધ્ન સિન્હા સાથેની બાળપણની તસવીર જ્યારે સોનાક્ષીએ શૅર કરી હતી ત્યારે એને 52k લાઈક્સ મળ્યાં હતા. સોનાક્ષીએ હૅશટેગમાં લખ્યું હતું #daddysgirl

માતા-પિતા સાથેની બાળપણની તસવીરમાં તો સોનાક્ષીને ઓળખવી મુશ્કેલ જ છે. આ તસવીરમાં ગુલાબી ફ્રોકમાં સોનાક્ષી બહુ ક્યૂટ લાગે છે. સાથે જ કેપ્શનમાં સોનાક્ષીએ લખ્યું હતું કે, આ ફ્રોક અને ફ્રિંજ વિશે તો મમ્મીને પુછવું જ પડશે.

સોનાક્ષીએ એક કમ્પલિટ ફૅમેલી ફોટો શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે, મારી મમ્મી જે રીતે મને તૈયાર કરતી હતી એ મને બહુ ગમતું. સાથે જ હૅશટેગ આપ્યા હતા #family #love

અભિનેત્રીની બાળપણની આ તસવરો બહુ ક્યૂટ છે નહીં!

સોનાક્ષી છેલ્લે સલમાન ખાન સાથે 'દબંગ 3'માં જોવા મળી હતી. હવે તે અભિષેક દુધૈયા દિગ્દર્શિત ફિલ્મ 'ભુજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં સોનાક્ષીની સાથે અજય દેવગન, સંજય દત્ત, શરદ કેલકર અને એમી વ્રિક પણ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips happy birthday sonakshi sinha