હેપ્પી બર્થ-ડે નવાઝુદ્દીન: વેટર અને ચોરના રોલ પછી હવે બન્યા સુપરસ્ટાર

19 May, 2019 04:21 PM IST  |  મુંબઈ

હેપ્પી બર્થ-ડે નવાઝુદ્દીન: વેટર અને ચોરના રોલ પછી હવે બન્યા સુપરસ્ટાર

નવાઝુદ્દીન સિદ્દીકી

બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી આજે પોતાનો 45મો બર્થ-ડે ઉજવી રહ્યા છે. નવાઝના કરિયર વિશે વાત કરીએ તો તેઓ આજે બૉલીવુડના એવા એક્ટર છે જેની સાથે દરેક અભિનેતા અને અભિનેત્રી કામ કરવા ઈચ્છે છે. જોકે નવાઝ આજે જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવા માટે એમણે ઘણી મહેનત કરી છે.

નવાઝ આમ તો લાંબા સમયથી બૉલીવુડમાં છે પરંતુ એમને ઓળખ થોડા સમય પહેલા જ મળી. નવાઝ પહેલા ફિલ્મમાં નાના-મોટા રોલ કરતા હતા. ત્યારે એમને કોઈ ઓળખતું નહીં. પરંતુ કેટલાક વર્ષ પહેલા એક ફિલ્મે એમની કિસ્મત એવી બદલી નાખી કે તેમણે પાછળ ફરીને નથી જોયું. આજે એમના બર્થ-ડે પર અમે તમને જણાવીએ એમના જીવનથી જોડાયેલી એવી વાતો તે તમે જાણતા નથી.

નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 1974માં ઉત્તર પ્રદેશના બુઢાનામાં થયો હતો. વર્ષ 1996માં નવાઝ દિલ્હી આવ્યા અને અહીંયા આવીને એમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાથી એક્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. એક્ટિંગની ટ્રેનિંગ લીધા બાદ તે મુંબઈ ચાલ્યા ગયા. મુંબઈ પહોંચીને એમણે 1990માં આવેલી બૉલીવુડ ફિલ્મ 'સરફરોશ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં નવાઝનો એક નાનો રોલ હતો. નવાઝ આમાં ક્રિમિનલ બન્યા હતા.

બાદ તેમણે ઘણી ફિલ્મોમા કામ કર્યું જેમકે જંગલી, શૂલ અને દિલ પે મત લે યાર. પરંતુ આ બધી ફિલ્મોથી નવાઝને ઓળખ નહીં મળી. બાદ નવાઝ સંજય દત્તની ફિલ્મ 'મુન્ના ભાઈ એમ.બી.બી.એસ'માં પણ નજર આવ્યા. આ ફિલ્મમાં એમણે એક ચોરનો રોલ ભજવ્યો હતો જે સ્ટેશન પર સંજય દત્તાના પિતાનું પર્સ ચોરી કરી લેછે. નવાઝે આ ફિલ્મમાં પણ નાની ભૂમિકા ભજવી હતી. આટલી ફિલ્મમાં કામ કર્યા બાદ પણ નવાઝને તે ઓળખ નહીં મળી, જેના માટે તે રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. 

બૉલીવુડમાં લગભગ 12 વર્ષના કડક સંઘર્ળ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીના હાથે ડાયરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઑફ વાસેપુર' લાગી. આ ફિલ્મમાં નવાઝની એક્ટિંગે લોકોનું દિલ જીતી લીધું. બાદ 'ગેંગ્સ ઑફ વાસેપુર 2 'માં પણ નવાઝના ફૈઝલ રોલે બધાનું દિલ જીતી લીધું. આ બન્ને ફિલ્મો બાદ નવાઝે સફળતાની સીઢી ચઢવાનું શરૂ કરી દીધુ. બાદ એમણે કિક, બદલાપુર, માંઝી દ માઉનટેન, ધ લંચ બોક્સ, રમન રાઘવ 2, રઈસ, મન્ટો અને ઠાકરે જેવી જોરદાર ફિલ્મો કરી. પોતાની ધમાકેદાર એક્ટિંગના બળ પર નવાઝ નેશનલ અવૉર્ડ સહિત કેટલાક અવૉર્ડ જીતી ચૂક્યા છે.

આ પણ વાંચો : Laxmmi Bomb:એક તરફ પોસ્ટર રિલીઝ, બીજી તરફ ડિરેક્ટરે છોડી ફિલ્મ

આ બધી ફિલ્મો સિવાય નવાઝની વેબ સિરીઝ 'સેક્રડે ગેમ્સ'એ પણ આ સમયે દેશભરમાં ધમાલ મચાવી રાખી છે. વર્ષ 2018માં અનુરાગ કશ્યપની વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં નવાઝે ગણેશ ગાયતોન્ડેનો રોલ ભજવ્યો હતો. બાદ લોકોને હવે 'સેક્રેડ ગેમ્સ 2' આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

nawazuddin siddiqui bollywood news