આજે પણ પોતાની અદાઓથી ચાહકોનો ઘાયલ કરે છે 'ધકધક ગર્લ'

14 May, 2019 08:16 PM IST  |  મુંબઈ

આજે પણ પોતાની અદાઓથી ચાહકોનો ઘાયલ કરે છે 'ધકધક ગર્લ'

માધુરીની અદાઓના ચાહકો છે દીવાના

બોલીવુડની ટાઈમલેસ દિવાઓમાંથી એક છે માધુરી દીક્ષિત. તાજેતરમાં જ તેમની ફિલ્મ કલંક રીલિઝ થઈ. જે ફિલ્મ તો ખાસ ન ચાલી પરંતુ તેમાં માધુરીના ખૂબ જ વખાણ થયા. ખાસ તો તેમના નૃત્ય અને તેમની અદાકારીના.

કલંકના ગીત તબાહને માધુરીની અદાઓ ચાહકોની ખૂબ જ પસંદ આવી. 'તુમસે જુડા હો કે હમ તબાહ હો ગયે', કલંકનું આ ગીત માધુરી દીક્ષિત પર જેટલી ખૂબસૂરતીથી ફિલ્માવવામાં આવ્યું છે એટલું જ સરસ પર્ફોર્મન્સ માધુરીનું છે. જાણીતા કથક સમ્રાટ પંડિત બિરજૂ મહારાજ પાસેથી ડાંસ શીખી ચુકેલા માધુરીએ પહેલા પણ આ પ્રકારની અદાઓ બચાવી છે. અને આ ગીતમાં તેમની નૃત્યની મુદ્રાઓ અને ભાવ ભંગીમાઓ જોવા જેવી છે.

આ પણ વાંચોઃ પ્રોડ્યુસરની જૉબ ખૂબ જ પડકારજનક છે : માધુરી દિક્ષીત

માધુરી 2 દાયકા બાદ આ ફિલ્મમાં સંજય દત્ત સાથે જોવા મળ્યા. બંનેની જોડી એક સમયે ખૂબ જ હિટ માનવામાં આવતી હતી. આયુષ્યના પાંચ દાયકા બાદ પણ આજે માધુરી એટલી જ યુવાન અને ચાર્મિંગ લાગે છે. એવું લાગે કે જાણે તે એજલેસ બ્યુટી છે.

madhuri dixit bollywood news