Happy Birthday: એકતા કપૂરે આ કારણે હજી સુધી નથી કર્યા લગ્ન

07 June, 2020 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Happy Birthday: એકતા કપૂરે આ કારણે હજી સુધી નથી કર્યા લગ્ન

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

ટીવી ક્વીન એકતા કપૂરનો આજે 45મો જન્મદિવસ છે. ટીવી બાદ એકતાએ OTT પ્લેટફોર્મ અને ફિલ્મોમાં પણ પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. એકતાના 45માં જન્મ દિવસ પર તમને જણાવીએ પ્રોડયુસરના જીવનની કેટલીક અજાણી વાતો. એકતાએ આજ સુધી લગ્ન ન કર્યા હોવા પાછળ એક બહુ મોટું કારણ છે, એ પણ તમને જણાવીશું.
એકતા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે હું નાની હતી ત્યારે મને લગ્ન કરવાનો બહુ શોખ હતો. હું જલ્દીથી જલ્દી પરણવા માંગતી હતી. મારો પ્લાન હતો કે હું 22 વર્ષની થઈશ ત્યાં સુધીમાં લગ્ન કરી લઈશ. પણ જ્યારે હું 17 વર્ષની થઈ ત્યારે પપ્પા જિતેન્દ્રએ કહ્યું કે કામ કરો અથવા તો લગ્ન. હું ચાહું છું કે અત્યારે તું કામ કરે. ત્યારપછી મેં કામ કરવાનું શરૂ કર્યું અને એમાં જ વ્યસ્ત થઈ ગઈ. એકતા કામ કરવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તે લગ્ન કરવાનું જ ભુલી ગઈ!
45 વર્ષીય એકતાએ ભલે લગ્ન નથી કર્યા પણ તે સેરોગેસી દ્વારા માતા બની છે. તેના દીકરાનું નામ રવિ કપૂર છે. એકતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં 36 વર્ષે જ મારા એગ ફ્રિઝ કરાવી દીધા હતા. હું આ વિશે ઘણાં સમયથી વિચાર કરી રહી હતી પરંતુ હું કન્ફ્યૂઝ હતી, લગ્ન કરીશ કે નહીં કરું કે પછી બહુ મોડા કરીશ. માતા બનવાનો એહસાસ અનેરો છે. સિંગલ મધર બન્યા પછી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે.
જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્રમાં એકતાને બહુ વિશ્વાસ છે અને તેના હાથમાંની વીંટીઓ આ બાબતની સાર્થકતા પુરવાર પણ કરે છે. જો તમે ક્યારેય નોંધ્યુ હોય તો એકતા તેના શૉના કોઈપણ ઈવેન્ટમાં કાળા કપડા અથવા તો કાળા સેન્ડલ પહેરે છે. જ્યોતિષોએ આપેલી સલાહને લીધે જ તેની મોટાભાગની ફિલ્મો અને સિરિયલોના નામ 'ક' અક્ષર સાથે શરૂ થાય છે.

entertainment news bollywood bollywood news bollywood gossips happy birthday