૨૬ દિવસમાં ૫૧.૬૮ કરોડ રૂપિયાની કમાણી કરીને બની બ્લૉકબસ્ટર ફિલ્મ હનુમાન અંશ

03 September, 2026 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. માત્ર ૮ લાખની ઓપનિંગ બાદ ફિલ્મે ૨૬મા દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે અને કુલ નેટ કલેક્શન ૫૧.૬૮ કરોડ થયું છે.

હનુમાન અંશ

આધ્યાત્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક સફળતા નોંધાવી રહી છે. ચોથા અઠવાડિયામાં પણ આ ફિલ્મ મજબૂત દેખાવ કરી રહી છે. ખાસ કરીને ચોથા મંગળવારે ફિલ્મે શુક્રવાર અને સોમવાર કરતાં વધુ કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. માત્ર ૮ લાખ રૂપિયાની ઓપનિંગ કરનારી આ ફિલ્મે ૨૬મા દિવસે ૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને અદ્ભુત સિદ્ધિ મેળવી છે. 
ફિલ્મનું કુલ ભારતીય નેટ કલેક્શન હવે ૫૧.૬૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ઓછા ઓપનિંગ બાદ મળેલી સૌથી મોટી સફળતાઓમાંની એક માનવામાં આવી રહી છે.
ચોથા અઠવાડિયામાં ફિલ્મે શુક્રવારે ૬.૧૯ કરોડ રૂપિયા, શનિવારે ૯.૨૧ કરોડ રૂપિયા, રવિવારે ૧૧.૯૬ કરોડ રૂપિયા, સોમવારે ૪.૯૭ કરોડ રૂપિયા અને મંગળવારે ૮.૦૪ કરોડ રૂપિયાની કમાણી નોંધાવી હતી. આ પાંચ દિવસના પ્રદર્શન બાદ ફિલ્મનું કુલ નેટ કલેક્શન ૫૧.૬૮ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

આ ફિલ્મ નહીં, એક સત્સંગ છે

કંગનાએ આમ કહીને હનુમાન અંશની પ્રશંસા કરી

આધ્યાત્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર પોતાની જબરદસ્ત કમાણીથી સૌને ચોંકાવી રહી છે. હવે ઍક્ટ્રેસ અને સંસદસભ્ય કંગના રનૌતે પણ ફિલ્મની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. તેણે ફિલ્મને માત્ર એક ફિલ્મ નહીં પણ ‘સત્સંગ’ ગણાવીને લોકોને એને જોવા અપીલ કરી છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર ‘હનુમાન અંશ’નો રિવ્યુ શૅર કરતાં લખ્યું હતું કે ‘‘હનુમાન અંશ’ કોઈ ફિલ્મ નથી, આ એક સત્સંગ છે. નીમ કરૌલી બાબા સાથે સીધા જોડાયેલા લોકોની સત્ય ઘટનાઓને ખૂબ સુંદર રીતે નાની-નાની વાર્તાઓમાં ગૂંથવામાં આવી છે. તમારી થેરપી છોડો અને આ ફિલ્મ જોવા જાઓ.’

indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood box office