હવે બનશે હનુમાન અંશની સીક્વલ

03 September, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીમ કરૌલી બાબાના જીવન પરથી ટ્રિલજી બનાવવાનું પ્લાનિંગ

નીમ કરૌલી બાબા

દર્શકો તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે મેકર્સે ‘હનુમાન અંશ’ની સીક્વલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.
આગરાના એક મલ્ટિપ્લેક્સમાં દર્શકો સાથે યોજાયેલી મુલાકાત દરમ્યાન ફિલ્મમેકર વિશાલ ચતુર્વેદીએ ખુલાસો કર્યો કે ‘હનુમાન અંશ’નું શરૂઆતથી જ ત્રણ ફિલ્મોની શ્રેણી એટલે કે ટ્રિલજી તરીકે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
‘હનુમાન અંશ’ની સીક્વલ વિશે વાત કરતાં વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘‘હનુમાન અંશ’માં યુવા લક્ષ્મણ દાસની આધ્યાત્મિક જાગૃતિ અને અકબરપુરથી લઈને એ ઐતિહાસિક ટ્રેનઘટનાની કથા દર્શાવવામાં આવી હતી જેના કારણે તેમને ‘નીમ કરૌલી બાબા’ નામ મળ્યું, હવે સીક્વલની વાર્તા બાબા નીમ કરૌલીના બાળપણ અને પારિવારિક જીવનથી શરૂ થશે. એમાં ફિરોઝાબાદ સ્થિત તેમના વતનથી લઈને આગરામાં તેમના શાંત અને ચમત્કારિક આધ્યાત્મિક પ્રવાસ તેમ જ પ્રારંભિક ભક્તો સાથેના સંબંધોને દર્શાવવામાં આવશે. આ પછી વાર્તા મથુરા અને વૃંદાવન સુધી પહોંચશે જ્યાં વ્રજભૂમિમાં તેમની ગાઢ ભક્તિએ તેમની વૈશ્વિક આધ્યાત્મિક વિરાસતનો પાયો નાખ્યો હતો.’

indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood