મહેશ ભટ્ટને સપોર્ટ કરવા માટે 'સડક 2' જોશે હંસલ મેહતા

29 August, 2020 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેશ ભટ્ટને સપોર્ટ કરવા માટે 'સડક 2' જોશે હંસલ મેહતા

મહેશ ભટ્ટ, હંસલ મેહતા

મહેશ ભટ્ટને સપોર્ટ કરતાં હંસલ મેહતાએ જણાવ્યું છે કે તે ‘સડક 2’ જોશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ લોકો ફિલ્મને બૉયકૉટ કરવા લાગ્યા છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ ગઈ કાલે હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ટ્રેલર વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી વધુ ડિસલાઇક ટ્રેલરની હરોળમાં આવી ગયું છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ નેપોટિઝમની આડમાં એ ફિલ્મની નિંદા કરવામાં આવી રહી છે. એવામાં મહેશ ભટ્ટનો પક્ષ લેતાં ટ્વિટર પર હંસલ મેહતાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું આજે ‘સડક 2’ જોવાનો છું. ભટ્ટ સાહેબને તો હું મળ્યો નહોતો એ પહેલાંથી તેઓ મારા ગુરુ છે. ‘સારાંશ’ અને ‘અર્થ’ મુખ્ય કારણ છે કે એને જોયા બાદ મેં ડિરેક્ટર બનવાનો નિર્ણય લીધો હતો.’

entertainment news bollywood bollywood news bollywood gossips mahesh bhatt hansal mehta