‘મિશન R&AW’ની સ્ટોરી લઈને આવશે હંસલ મહેતા

22 June, 2022 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બાદ હવે ફિલ્મમેકર હંસલ મહેતા સોની લિવ સાથે મળીને આર. કે. યાદવની બુક ‘મિશન R&AW’ પર આધારિત સ્ટોરી લઈને આવશે.

હંસલ મહેતા

‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બાદ હવે ફિલ્મમેકર હંસલ મહેતા સોની લિવ સાથે મળીને આર. કે. યાદવની બુક ‘મિશન R&AW’ પર આધારિત સ્ટોરી લઈને આવશે. R&AW એટલે રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ. આ બુકમાં દેશની ઇન્ટેલિજન્સ ટીમ અને રિયલ હીરોઝની સ્ટોરી સમાયેલી છે. R&AWના પહેલા ચીફ રામેશ્વરનાથ કાવની જર્નીને આ સિરીઝમાં દેખાડવામાં આવશે. આ સિરીઝ બનાવવા માટે ઉત્સાહી હંસલ મહેતાએ કહ્યું કે ‘એક સ્ટોરી ટેલર હોવાથી મારો ઉદ્દેશ હંમેશાં એ જ રહે છે કે હું એવી સ્ટોરી લોકો સુધી લઈને આવું જેમાં સાધારણ લોકોની અસાધારણ કહાની હોય. આ એ જ લોકો છે જેમણે આપણા રાજકારણ અને મિલિટરીના ઇતિહાસને સશક્ત બનાવ્યો છે. રામેશ્વર નાથ કાવ જિનીયસ હતા અને તેમના ​વિશે લોકોને વધુ માહિતી નથી. હું સોની લિવ સાથે મળીને આ સ્ટોરી દેખાડવા માટે થનગની રહ્યો છું. આ પ્રોજેક્ટ વહેલો શરૂ કરવા માટે આતુર છું.’

bollywood news hansal mehta