હંસલ મેહતાએ કંગના રણોતની ફિલ્મને કહી પોતાના જીવનની ભૂલ, જાણો વધુ

31 January, 2021 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હંસલ મેહતાએ કંગના રણોતની ફિલ્મને કહી પોતાના જીવનની ભૂલ, જાણો વધુ

હંસલ મેહતા (ફાઇલ ફોટો)

બૉલીવુડના દિગ્ગજ ફિલ્મમેકરે એકવાર ફરી કંગના રણોત સ્ટારર 'સિમરન'ને પોતાની મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે દરેક જણ ભૂલ કરે છે અને તેનાથી શીખે છે. આ સિવાય તેમણે કહ્યું કે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલને પણ સપોર્ટ કરવું તેમની મોટી ભૂલ હતી.

બૉલીવુડના જાણીતા ફિલ્મમેકલ હંસલ મેહતા ઘણીવાર વર્ષ 2017માં આવેલી પોતાની ફિલ્મ 'સિમરન' વિશે વાત કરે છે. આ ફિલ્મ ઑફિસ પર ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી. ફિલ્મમાં લીડ રોલ કંગના રણોતે ભજવ્યું હતું. આ ફિલ્મ દરમિયાન કંગના રણોત અને હંસલ મેહતા વચ્ચે વિવાદ પણ થયા છે, જે સમય સાથે લોકોની સામે પણ આવી. હવે હંસલ મેહતાએ એક ટ્વીટ દ્વારા આ ફિલ્મને પોતાની લાઇફની મોટી ભૂલ જણાવી છે.

હંસલ મેહતાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે તેમણે સિમરન બનાવીને ભૂલ કરી અને તેમણે આથી શીખ પણ મેળવી. પોતાના ટ્વીટમાં અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારેને પણ સામેલ કર્યા છે. તેમણે લખ્યું, "મેં સારા વિચારોથી તેમને (અન્ના)ને સપૉર્ટ કર્યો. પછી મેં અરવિંદ(કેજરીવાલ)ને પણ સપૉર્ટ કર્યો. મને આનું કોઇ જ દુઃખ નથી. આપણે બધાં ભૂલ કરીએ છીએ. મેં સિમરન બનાવી."

અહીં જુઓ હંસલ મેહતાનું ટ્વીટ

આ પહેલા પણ હંસલ મેહતાએ ફિલ્મને લઈને કેટલાય આરોપ મૂક્યા. તેમણે હફિંગ્ટન પોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "કેટલીય વાર હું વિચારું છું કે મેં આ ન બનાવી હોત. આની કોઇ જરૂર નહોતી. આણે મને દુઃખ આપ્યું, આ હજી વધુ બહેતર ફિલ્મ બની શરી હોત. આમાં એક મોટી અને સારી ફિલ્મની ક્ષમતા હતી. હું તેને યાદ પણ નથી કરવા માગતો."

માનસિક રીતે થયો બીમાર
હંસલ મેહતાએ આગળ કહ્યું, "ફિલ્મ રિલીઝ પછી એક સમય એવો આવ્યો હું માનસિક રીતે બીમાર થઈ ગયો. આ દુઃખદ સમય રહ્યો. દરરોજ. આ વિષયે વાત કરવું પણ મુશ્કેલ છે. ફિલ્મે મારી મેન્ટલ હેલ્થને ખૂબ જ પ્રભાવિત કર્યો. મેં થેરેપી લીધી. હું જેલની જેમ મારા રૂમમાં બંધ થઈ ગયો અને કોઇને મળવા નહોતો માગતો."

સેટ પર કન્ટ્રોલ કરતી હતી કંગના
હંસલ મેહતાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "પ્રમાણિકતાથી કહું, તો કંગના સાથે સેટની બહાર ખૂબ જ એન્જૉય કરતો હતો અને તેની સાથે સારો સમય પણ પસાર કર્યો. સાથે જમ્યા. પાર્ટી કરી. બધું બરાબર હતું. પણ સેટ પર તે મારા કન્ટ્રોલમાં નહોતી. આ પરિસ્થિતિમાં હું ખુશ નહોતો. તે સેટ પર પોતે બધું જ કરતી હતી અને અન્ય કલાકારોને ડાયરેક્ટ કરવા લાગતી હતી. મેં પૈસા ગુમાવી દીધા. આર્થિક રીતે પણ હું ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયો. લગભગ દોઢ વર્ષ સુધી પૈસા અને કાયદાકીય વિવાદોમાં ફસાઇને કૉર્ટના ધક્કા ખાવા પડ્યા. આ ખૂબ જ મુશ્કેલ હતું."

bollywood bollywood news bollywood ssips hansal mehta anna hazare