ડ્રગ્સને લઈને ટ્રોલ કરવામાં આવતાં લોકોની ઝાટકણી કાઢી હર્ષ લિંબાચિયાએ

02 December, 2020 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રગ્સને લઈને ટ્રોલ કરવામાં આવતાં લોકોની ઝાટકણી કાઢી હર્ષ લિંબાચિયાએ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

હર્ષ લિંબાચિયાને સોશ્યલ મીડિયા પર ડ્રગ્સને લઈને ટ્રોલ કરવામાં આવતાં તેણે લોકોની ઝાટકણી કાઢી છે. ડ્રગ્સ કેસમાં હર્ષ અને તેની પત્ની ભારતી સિંહનું પણ નામ આવ્યું હતું. હર્ષે હાલમાં જ તેની પત્ની સાથે કેટલાક ફોટો શૅર કર્યા હતા અને કૅપ્શન આપી હતી કે ‘આપણે જ્યારે સાથે હોઈએ ત્યારે બાકીની કોઈ પણ વાતની ફિકર નથી હોતી.’

આ ફોટો બાદ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું કે ગંજેડીઓ તુમ્હે તો અનફૉલો હી કર રહે હૈં હમ. આ કમેન્ટનો હર્ષે જવાબ આપ્યો હતો કે ઔર હમ તુમ્હે બ્લૉક.

ભારતી કયું ડ્રગ્સ લે છે એ પૂછતાં હર્ષે જવાબ આપ્યો હતો કે જો તુમ્હે નહીં મિલતા.

આ સાથે જ હર્ષે ઘણા ટ્રોલર્સને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દીધી હતી.

entertainment news indian television television news bharti singh