Gully Boy જોયા બાદ રણવીર સિંહની પ્રશંસા કરી વિલ સ્મિથે

17 February, 2019 12:07 PM IST  | 

Gully Boy જોયા બાદ રણવીર સિંહની પ્રશંસા કરી વિલ સ્મિથે

વિલ સ્મિથે કર્યા વખાણ

‘ગલી બૉય’માં રણવીર સિંહનો પર્ફોર્મન્સ જોઈને હૉલીવુડ સ્ટાર વિલ સ્મિથ તેના હિપ-હૉપનો કાયલ બની ગયો છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળી રહી છે.  ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર વિલ સ્મિથે એક વિડિયો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘રણવીર તને ભરપૂર શુભેચ્છા. ‘ગલી બૉય’માં તારું કામ મને ખૂબ ગમ્યું છે. હું પણ ઓલ્ડ સ્કૂલ હિપ-હૉપનો ફૅન છું અને દુનિયાભરનું હિપ-હૉપ મેં જોયું છે. મને આ ખૂબ જ ગમી છે અને તમે પણ એ જલદી જોઈ લો.’

 

આ પણ વાંચોઃ રણવીરસિંહઃ ફ્રેન્ડઝ-ફેમિલી સાથે Gully Boyની કેન્ડીડ મોમેન્ટ્સ, જુઓ ફોટોઝ 

ranveer singh will smith