રણવીર-આલિયાની ફિલ્મ ગલી બૉય દર્શાવાશે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં

27 June, 2019 05:46 PM IST  |  મુંબઈ

રણવીર-આલિયાની ફિલ્મ ગલી બૉય દર્શાવાશે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં

ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર પોતાની ફિલ્મ ગલી બૉયને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2019માં લઈ જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણવીરસિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલડમાં હતા. ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નનું આ 10મુ વર્ષ છે અને તેમાં ઝોયા અખ્તર તેમ જ તેમની ફિલ્મને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં 10 ઓગસ્ટે ઝોયા અખ્તર દર્શકો સાથે ઈન્ડિયન સિનેમાના મુદ્દા પર ચર્ચા પણ કરશે.

ઝોયા અખ્તરે એક નિવેદનમાં કહ્યું છે કે,'ભારતીય સિનેમાને વિદેશમાં જતા જોઈને હંમેશા શાનદાર અનુભવ લાગે છે. એક ફિલ્મ ડિરેક્ટર તરીકે આ એક ખૂબ જ સારો અનુભવ છે. તેનાથી પણ વધારે ભારતીય ફિલ્મોના ફેસ્ટિવલને જોવું રોમાંચક છે.'

તેમણે કહ્યું કે,'હું મેલબર્નમાં IFFM 2019માં આમંત્રિત થવા બદલ ખુશી અનુભવું છું, ત્યાં સંસ્કૃતિઓ ભેગી થાય છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય ખૂબ જ મોટી સંખ્યામાં છે અને ઓસ્ટ્રેલિયામાં ગલી બૉયનું સ્પેશિયલ સ્ક્રીનિંગ છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકો સાથે ચર્ચા કરવા માટે ઉત્સાહિત છું.'

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીરસિંહની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. રણવીરસિંહે એક એવા ગરીબ યુવાનનું પાત્ર ભજવ્યું હતું, જે પોતાની લગન, મહેનતથી રૅપર બને છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પર્ફોમન્સ કર્યું હતું.

ranveer singh zoya akhtar alia bhatt bollywood